મમતા સરકારને ઝટકો

બંગાળમાં સરકારી કર્મચારીઓને ૨૫ % ડીએ આપવા સુપ્રીમ કોર્ટનો આદેશ.

West Bengal DA arrears case in Supreme Court: Employees deliver powerful  message to legal experts

સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળ સરકારને ઝટકો આપી રાજ્યના સરકારી કર્મચારીઓને ૨૫ % મોંઘવારી ભથ્થુ (ડીએ) આપવા આદેશ કર્યો છે. ન્યાયાધીશ સંજય કરોલ અને સંદીપ મહેતાની બેંચે વચગાળાનો હુકમ જારી કર્યો છે અને બંગાળ સરકારને ત્રણ મહિનાની અંદર ૨૫% મોંઘવારી ભથ્થુ આપવાનો નિર્દેશ આપ્યો છે. કોર્ટે આ મામલે આગામી સુનાવણી ઑગસ્ટમાં હાથ ધરવાનો નિર્ણય લીધો છે.

Outstanding DA for West Bengal govt employees: Will Supreme Court provide  relief? - Asianet Newsable

પશ્ચિમ બંગાળના કેટલાક સરકારી કર્મચારીઓએ આ મામલે કોલકાતા હાઇકોર્ટમાં અરજી કરી બાકી રકમ સહિત કેન્દ્ર સરકારના કર્મચારીઓ જેટલું ડીએ આપવાની માંગ કરી છે. હાઈકોર્ટે મે-૨૦૨૨ માં સુનાવણી હાથ ધરી બંગાળ સરકારને કેન્દ્રીય દર જેટલો ડીએ આપવાનો આદેશ કર્યો હતો.

DA case in Supreme Court: Big relief for govt employees, pressure mounts on  West Bengal govt- Asianet Newsable

પશ્ચિમ બંગાળ સરકારે નવેમ્બર-૨૦૨૨ માં સુપ્રીમ કોર્ટ માં અરજી કરી કોલકાતા હાઇકોર્ટના આદેશને પડકાર્યો હતો. આ સમયગાળા દરમિયાન રાજ્ય સરકારે કેટલીક વખત ડીએ વધારવાની જાહેરાત કરી હતી, પરંતુ જે સમયે ડીએ વધારવાની જાહેરાત કરાઈ, તે વખતે ડીએનો દર કેન્દ્રીય દરો સાથે મેળ ખાતો ન હતો. એટલું જ નહીં કેન્દ્રીય ડીએ અને રાજ્યના ડીએ વચ્ચે ૩૭ % નું અંતર પણ છે. કેન્દ્ર સરકાર કર્મચારીઓને ૫૫ % ડીએની ચૂકવણી કરે છે.

4 months on, DA case again went unheard in Supreme Court

પશ્ચિમ બંગાળમાં ૨૦૨૪ માં ૧૪ % ડીએ હતું. ત્યારબાદ પહેલી એપ્રિલ-૨૦૨૫ માં ડીએમાં ૪ % નો વધારો કરાયા બાદ વર્તમાન સમયમાં સરકારના કર્મચરીઓને ૧૮ % ડીએ મળે છે, આ કારણે રાજ્યના કર્મચારીઓમાં અસંતોષ છે. એપ્રિલમાં વધારા બાદ રાજ્યના ૧૯ લાખથી વધુ સરકારી કર્મચારીઓનું કુલ ડીએ ૧૮ % એ પહોંચ્યું છે.

DA case in Supreme Court: Big relief for govt employees, pressure mounts on  West Bengal govt- Asianet Newsable

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *