શું ૧ કિમી દોડવા કરતાં ૨ કિમી ચાલવું સ્વાસ્થ્ય માટે વધારે સારું?

ચાલવું અને દોડવું બંને શારીરિક પ્રવૃત્તિના સ્વરૂપો તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. આને કારણે વધુ વજન, ડાયાબિટીસ, હાઈ બ્લડપ્રેશર, હાર્ટ એટેક અને અન્ય ઘણી રોગ સંબંધિત સમસ્યાઓનું જોખમ ઘટે છે.

શું 1 કિમી દોડવા કરતાં 2 કિમી ચાલવું સ્વાસ્થ્ય માટે વધારે સારું? જાણો શું  કહે છે ડોક્ટર્સ | health tips Walking Vs Running Benefits doctor opinion

 ચાલવું અને દોડવું બંને શારીરિક પ્રવૃત્તિના સ્વરૂપો તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. આને કારણે વધુ વજન, ચરબીયુક્ત થવું, ડાયાબિટીસ, હાઈ બ્લડપ્રેશર, હાર્ટ એટેક અને અન્ય ઘણી રોગ સંબંધિત સમસ્યાઓનું જોખમ ઘટે છે. પરંતુ શું દરરોજ એક કિલોમીટર દોડવાને બદલે બે કિમી ચાલવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોઈ શકે? આવો જાણીએ આ વિશે આરોગ્ય નિષ્ણાતો શું કહે છે.

Walking for Fat Loss: Why It's More Effective Than Running - YouTube

હૈદરાબાદ એપોલો હોસ્પિટલ્સના કન્સલ્ટન્ટ ન્યુરોલોજિસ્ટ સુધીરે કુમારે કહ્યું કે દોડવા કરતાં ચાલવું સ્વાસ્થ્ય માટે સારું છે કે નહીં તેનો જવાબ આપવો મુશ્કેલ છે. દોડવાથી સમયની બચત થઈ શકે છે. દાખલા તરીકે, એક કિલોમીટર દોડવામાં ૬-૮ મિનિટ લાગે છે; ૨ કિમી ચાલવામાં ૨૦-૨૫ મિનિટ લાગે છે.

Walking vs Running for Weight Loss: Which is a better option | - The Times  of India

દોડવાથી ચાલવા કરતાં વધુ કેલરી બર્ન થાય છે

સુધીર કુમારે જણાવ્યું હતું કે દોડવાથી ચાલવા કરતાં વધુ કેલરી બર્ન થાય છે (જો તેની સરખામણીએ ચાલવામાં કે દોડવામાં કે તેટલા જ અંતરમાં વિતાવેલા સમય સાથે સરખાવવામાં આવે તો). ચાલવાને બદલે દોડવાથી રક્તવાહિનીના સ્વાસ્થ્યમાં મોટા પ્રમાણમાં સુધારો થાય છે. Vo2 Max એ પણ દર્શાવે છે કે દોડવાથી ચાલવા કરતાં શરીરના ઓક્સિજનના સ્તરમાં વધુ સુધારો થાય છે.

How to Become a Morning Workout Person—and Stick With It

પરંતુ દોડવાના કેટલાક ગેરફાયદા પણ છે. દોડવાથી સાંધા, સ્નાયુઓ પર વધુ તાણ પડે છે અને તેથી દોડવાથી ચાલવા કરતાં શારીરિક ઇજાઓ થવાનું જોખમ વધી જાય છે. સુધીર કુમાર એમ પણ જણાવે છે કે ઓસ્ટિઓઆર્થરાઇટિસ, મેદસ્વીપણું અથવા ગંભીર હૃદયરોગ જેવા કેટલાક ગંભીર રોગોથી પીડાતા લોકો દોડી શકતા નથી. પરંતુ તેઓ સરળતાથી ચાલી શકે છે. નવી પ્રેક્ટિસ કરતા લોકો અથવા મોટી ઉંમરના લોકોને દોડવા કરતાં ચાલવું સરળ લાગે છે.

Walking Health Benefits (Stress, Blood Pressure, Cholesterol) कैसे रोज  सिर्फ 20-30 मिनट वॉक करने से आप अपने मन की चिंता और तनाव को दूर कर सकते  हैं। | सेहतनामा- रोज सिर्फ 20

દોડવું કે ચાલવું વ્યક્તિગચત પસંદગી છે

દોડવું અથવા ચાલવા વચ્ચે પસંદગી કરવી તે વ્યક્તિ પર છે જે તમારા માટે યોગ્ય છે. હાલની પરિસ્થિતિમાં વિશ્વભરમાં અડધાથી વધુ લોકો યોગ્ય કસરતના તેમના ધ્યેયને પહોંચી વળવા માટે અસમર્થ છે. ૩૦૦ મિનિટ હળવી શારીરિક પ્રવૃત્તિ, જેમ કે ચાલવું અથવા દર અઠવાડિયે ૧૫૦ મિનિટની તીવ્ર શારીરિક પ્રવૃત્તિ, જેમ કે દોડવું.

દોડવા માટેની ટિપ્સ - દોડવીરો માટે યુક્તિઓ અને ભલામણો | જીવનશૈલી | જીવનશૈલી  (પૃષ્ઠ 2)

તમારી અંગત રુચિ અનુસાર શારીરિક પ્રવૃત્તિના પ્રકારો (ચાલવું અથવા દોડવું) પસંદ કરવા અને શારીરિક પ્રવૃત્તિના પ્રકારોના સાપ્તાહિક ધ્યેયને હાંસલ કરવાનો પ્રયાસ કરવો મહત્ત્વપૂર્ણ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *