ફરી વકરી રહ્યો કોરોના!

સિંગાપોર-હોંગકોંગ બાદ અમેરિકામાં પણ નોંધાયા કેસ.

Disrupting COVID-19 with potential new treatments: USask research - News |  University of Saskatchewan

ગત કેટલાક મહિનાઓથી કોરોના વાયરસના કેસ દુનિયામાં ઘણા નિયંત્રણમાં જોવા મળી રહ્યા હતા, પરંતુ હવે ફરી ચિંતા વધી છે. બ્લૂમબર્ગમાં પ્રકાશિત થયેલા એક રિપોર્ટથી જાણવા મળે છે કે સિંગાપોર-હોંગકોંગ સહિત આસપાસના અનેક વિસ્તારોમાં ફરી એકવાર કોરોનાના કેસ વધવા લાગ્યા છે. અહીંના સ્વાસ્થ્ય અધિકારીઓએ લોકોને ચેતવણી આપી છે કે, સંક્રમણથી બચીને રહેવા માટે ફરી એકવાર જરૂરી ઉપાય શરૂ કરી દે.

જાહેર કરાયેલા આંકડાથી જાણી શકાય છે કે, એશિયન દેશોમાં ફરી કોરોનાના કેસ ચર્ચામાં છે. સિંગાપોર-હોંગકોંગમાં ન માત્ર સંક્રમણમાં વૃદ્ધિ જોવા મળી છે, પરંતુ અહીં હોસ્પિટલમાં દાખલ થનારા લોકોની સંખ્યામાં પણ વધારો જોવા મળ્યો છે.

Study on new coronavirus says warmer weather may slow COVID-19 spread and  cooler weather may accelerate it

સેન્ટર ફોર હેલ્થ પ્રોટેક્શનમાં કમ્યુનિકેબલ ડિઝીઝના પ્રમુખ આલ્બર્ટ ઔએ જણાવ્યું કે, અહીં વાયરસની ગતિવિધિ ઘણી વધારે છે. ૩ મેના રોજ સમાપ્ત થયેલા અઠવાડિયામાં ગંભીર કેસ સહિત કોરોનાથી મોતના આંકડા એક વર્ષના સર્વોચ્ચ (૩૧ સુધી) પહોંચી ગયા છે.

The Reality of Coronavirus. by Isabella Zollner | by Matthew's Place |  Matthew's Place | Medium

આ દેશોમાં વધતા કોરોનાના જોખમોમાં કેટલાક સવાલો ઉભા કરી દેવાયા છે, શું કોરોનાનો ફરીથી કોઈ નવો વેરિયન્ટ સામે આવી ગયો છે? શું ફરી તમામ લોકોને એલર્ટ થઈ જવું જોઈએ? આવો સમજીએ.

Ministry of Health, Singapore (MOH) certification testing with Pearson VUE

લગભગ એક વર્ષમાં પહેલી વાર સિંગાપોરના સ્વાસ્થ્ય મંત્રાલયે ઔપચારિક કોવિડ રિપોર્ટ અપડેટ બહાર પાડ્યું છે, જેમાં માત્ર એક અઠવાડિયામાં કેસોમાં ૨૮ % નો વધારો નોંધવામાં આવ્યો છે, જેનાથી સંક્રમણની કુલ સંખ્યા ૧૪,૨૦૦ થઈ ગઈ છે. એટલું જ નહીં, હોસ્પિટલમાં દાખલ લોકોની સંખ્યામાં પણ લગભગ ૩૦ %નો વધારો થયો છે.

COVID-19 - Wikipedia

અહીં એ નોંધનીય છે કે કોરોનાના કેસોમાં વધારો ફક્ત એશિયન દેશો પૂરતો મર્યાદિત નથી, છેલ્લા કેટલાક અઠવાડિયાથી અમેરિકાના ઘણા ભાગોમાં પણ સંક્રમણના કેસોમાં વધારો જોવા મળી રહ્યો હતો, જોકે હવે તેમાં ઘણો સુધારો જોવા મળી રહ્યો છે.

યુએસ ઇમરજન્સી ડિપાર્ટમેન્ટ તરફથી મળેલી માહિતી અનુસાર, ગયા અઠવાડિયે અહીં ઇમરજન્સી વિભાગમાં આવતા લોકોની સંખ્યામાં ૧૯.૫ %નો ઘટાડો થયો છે.

Latest Mumbai News (Mumbai News): Read 17 May latest news on Bhaskar English

દુનિયાના ઘણા ભાગોમાં કોરોનાના કેસોમાં તાજેતરમાં થયેલા વધારાથી લોકોના મનમાં પ્રશ્નો ઉભા થયા છે કે શું વાયરસનો કોઈ નવો વેરિયન્ટ આવી ગયો છે?

જ્યારે સિંગાપોરના સ્વાસ્થ્ય અધિકારીઓએ વધતા કેસ માટે કોઈ નવા વેરિયન્ટને જવાબદાર નથી ગણાવ્યો, પરંતુ સ્વાસ્થ્ય નિષ્ણાતો સૂચવે છે કે રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો થવાને કારણે વાયરસ વધુ સરળતાથી ફેલાઈ રહ્યો છે.

Extensive Search for COVID-19 Drugs Finds Promising Compounds Originally  Developed for SARS

ત્યારે યુ.એસ.માં નેબ્રાસ્કા મેડિસિનના ચેપી રોગના નિષ્ણાત ડૉ. માર્ક.ઇ.રપ કહે છે કે હાલમાં યુ.એસ. સહિત વિશ્વના ઘણા ભાગોમાં સૌથી પ્રખ્યાત વેરિયન્ટ LP.૮.૧ છે, જે ૭૦ % કેસ માટે જવાબદાર છે. બીજા ક્રમે XFC છે જેમાં ૯ % કેસ છે. ઓમિક્રોનનો મૂળ પ્રકાર હવે લગભગ લુપ્ત થઈ ગયો છે અને હાલમાં તેના પેટા પ્રકારોના જ કેસ જોવા મળી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *