સફેદ વાળ કાળ કરવા માટે કુદરતી ઘરગથ્થુ ઉપાય સરળ અને સુરક્ષિત હોય છે. તેનાથી સફેદ વાળ કુદરતી રીતે કાળ થાય છે અને કોઇ આડઅસર થતી નથી.
આજની ઝડપી અને વ્યસ્ત લાઇફસ્ટાઇલમાં નાની ઉમરે વાળ સફેદ થવા એ એક સામાન્ય સમસ્યા બની ગઇ છે. કોઈપણ ઉંમરે વાળ સફેદ થવાથી આત્મવિશ્વાસ પર અસર પડે છે. સાથે જ લોકો વાળને કાળા કરવા માટે અનેક પ્રકારના ઉપાયો કરે છે અને હેર ડાયથી લઇને ઘણી વસ્તુઓનો પણ ઉપયોગ કરે છે.
કુદરતી રીતે વાળ કાળા કરો
આમ જોવા જઈએ તો તમે નેચરલ રીતે પણ વાળને કાળા કરી શકો છો. આ માટે તમે કેટલીક દેશી પદ્ધતિઓ પણ ફોલો કરી શકો છો. આનાથી તમારા સફેદ વાળા કાળા થઈ જશે, પરંતુ તેની કોઈ આડઅસર થતી નથી. આ આર્ટિકલમાં અમે તમારા માટે લાવ્યા છીએ કેટલાક ઘરેલુ ઉપાયો જેને તમે ફોલો કરી શકો છો.
આમળા
આયુર્વેદમાં આમળાને અમૃત સમાન ગણવામાં આવે છે. તેમાં પુષ્કળ પ્રમાણમાં વિટામિન સી અને એન્ટિઓક્સિડેન્ટ્સ હોય છે, જે વાળને મૂળથી મજબૂત બનાવે છે. તેનું સેવન કરવાથી વાળ નેચરલી કાળા થઇ જાય છે. તમે વાળમાં નાળિયેર તેલમાં આમળાનું તેલ અથવા આમળાના પાવડરને ભેળવીને ખોપરી ઉપરની ચામડીની માલિશ પણ કરી શકો છો.