ઇસરોનું ઇઓએસ-૦૯ મિશન રહી ગયું અધૂરું,

ક્નિકલ ખામીના કારણે ત્રીજો તબક્કો પાર ન કરી શક્યું રૉકેટ.

ISROનું EOS-09 મિશન રહી ગયું અધૂરું, ટેક્નિકલ ખામીના કારણે ત્રીજો તબક્કો પાર ન કરી શક્યું રૉકેટ 1 - image

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો)નું શનિવારે પીએસએલવી-સી૬૧ રૉકેટ લૉન્ચ મિશન સફળ ન થઈ શક્યું. લૉન્ચ બાદ ત્રીજા તબક્કા દરમિયાન ટેક્નિકલ ખામી જોવા મળી, જેના કારણે મિશન અધુરૂ રહી ગયું. આ વાતની જાણકારી ખુદ ઇસરો પ્રમુખ વી. નારાયણને આપી છે.

Lukas C. H. (@GewoonLukas_) / X

આ મિશન હેઠળ ઇઓએસ-૦૯ ને પૃથ્વીની સૂર્ય સમકાલિક કક્ષા (એસેસ્પિઅઓ)માં સ્થાપિત કરવાનું હતું. આ સેટેલાઇટ ઇઓએસ-૦૪ નું રિપીટ સંસ્કરણ હતું અને તેનો હેતુ રિમોટ સેંસિંગ ડેટા પૂરો પાડવાનું હતું, જેથી વિવિધ ક્ષેત્રમાં કાર્યરત યુઝર્સને સટીક અને નિયમિત આંકડા મળી શકે. 

Get Latest News, India News, Breaking News, Today's News - NDTV.com

ઇઓએસ-૦૯ સેટેલાઇટને એક હેતુથી ડિઝાઇન કરવામાં આવ્યું હતું જેથી દેશની રિમોટ સેંસિંગ ક્ષમતાઓને વધુ મજબૂત કરી શકાય. ઇઓએસ-૦૯ ને ખાસ કરીને એન્ટી ટેરરિસ્ટ ઓપરેશન, ઘુસણખોરી અને શંકાસ્પદ ગતિવિધિઓ વિશે જાણકારી મેળવવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું હતું. 

Today's News: Breaking News and Top Headlines from India, Entertainment,  Business, Politics and Sports

ઇસરોની ટેક્નિકલ ટીમ હવે આ સમસ્યાની તપાસ કરશે જેથી એ સ્પષ્ટ કરી શકાય કે, લૉન્ચ દરમિયાન કેવા પ્રકારની ખામી આવી અને ભવિષ્યમાં તેને કેવી રીતે સુધારી શકાય?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *