હવામાન વિભાગે ફરી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. ગુજરાતમાં અત્યારે મહત્તમ તાપમાન ૪૨ ડિગ્રી નજીક પહોંચી ગઈ છે.
ગુજરાતમાં થોડા દિવસથી ગરમીએ ફરી માથુ ઉચક્યું છે. અત્યારે પણ જોરદાર ગરમી પડવાની શરુ થઈ ગઈ છે. આવી સ્થિતિ વચ્ચે હવામાન વિભાગે ફરી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. ગુજરાતમાં અત્યારે મહત્તમ તાપમાન ૪૨ ડિગ્રી નજીક પહોંચી ગઈ છે. અમદાવાદમાં પણ તાપમાન ૪૦ ડિગ્રી નજીક પહોંચી ગઈ છે.
હવામાન વિભાગે આપેલા તાપમાનના આંકડા પ્રમાણે ગુજરાતમાં અત્યારે એક તરફ ગરમીનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે ત્યારે રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં ૩૮ ડિગ્રીની આસપાસ મહત્તમ તાપમાન નોંધાયું હતું. ગુજરાતમાં ૩૨.૪ ડિગ્રીથી લઈને ૪૧.૫ ડિગ્રી વચ્ચે મહત્તમ તાપમાન નોંધાયું હતું. જેમાં ૪૧.૫ ડિગ્રી સાથે સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર રહ્યું હતું. વેરાવળમાં ૩૨.૪ ડિગ્રીથી તાપમાન નોંધાયું હતું.
ગુજરાતમાં ગરમીનો પારો ઉચકાતો જાય છે ત્યારે અમદાવાદમાં તાપમાન વધી રહ્યું છે. હવામાન વિભાગે આપેલા આંકડા પ્રમાણે અમદાવાદમાં ૩૯.૫ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. આગામી દિવસોમાં તાપમાન વધવાની શક્યતાઓ પણ સેવાઈ રહી છે.