શહેરી વિસ્તારમાં સમાવિષ્ટ તથા આસપાસના વિસ્તારોમાં સૂચિત સોસાયટીઓને સુધારાનો લાભ મળશે. આ સુધારા અમલી બનવાથી અંદાજે ૨૩ હજાર મિલકતોને લાભ થશે..
સૂચિત સોસાયટી સંદર્ભે મહત્વના સમાચાર સામે આવ્યા છે. સૂચિત સોસાયટીઓ સંદર્ભે હયાત કાયદામાં સુધારા અમલી બનાવાશે. આગામી ૨૨ મેથી રાજ્યભરમાં સુધારા અમલી બનશે. શહેરી વિસ્તારમાં સમાવિષ્ટ તથા આસપાસના વિસ્તારોમાં સૂચિત સોસાયટીઓને સુધારાનો લાભ મળશે. આ સુધારા અમલી બનવાથી અંદાજે ૨૩ હજાર મિલકતોને લાભ થશે..
મહત્વનું છે કે વિધાનસભા સત્ર દરમ્યાન મહેસુલ વિભાગ દ્વારા સુધારો રજુ કરવામાં આવ્યો હતો. હવે મહેસુલ વિભાગ દ્વારા અમલવારી અંગે સત્તાવાર નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે.
રાજ્યમાં શહેરોના પછાત વિસ્તારોમાં આવેલી સૂચિત સોસાયટીઓના લોકો માટે દસ્તાવેજીકરણની પ્રક્રિયા સરળ બનશે. ગાંધીનગરમાં ગત સપ્તાહે રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા, મહેસૂલ વિભાગના સચિવ અને સંબંધિત અધિકારીઓ સાથે યોજાયેલી બેઠકમાં રાજ્યમંત્રી પ્રફૂલ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, શહેરોના પછાત વિસ્તારોમાં આવેલી એવી સૂચિત સોસાયટીઓના નાગરિકોને, જેઓ વર્ષો સુધી પોતાનું રહેઠાણ હોવા છતાં દસ્તાવેજી માલિકી મેળવવામાં અસમર્થ રહ્યા હોય. તેમના માટે દસ્તાવેજીકરણની પ્રક્રિયા સરળ બનશે. આ નિર્ણયથી નાગરિકો પોતાના મિલકતના અધિકાર સાથે નાણાકીય, શૈક્ષણિક તથા અન્ય કાયદાકીય લાભ પ્રાપ્ત કરી શકશે.