સુપ્રીમ કોર્ટે સોમવારે શરણાર્થીઓને લઈ મહત્ત્વપૂર્ણ ટીપ્પણી કરી. સુપ્રીમ કોર્ટે એક મામલાની સુનાવણી દરમિયાન કહ્યું કે, ભારત કોઈ ધરમશાળા નથી, દુનિયાભરમાંથી આવેલા શરણાર્થીઓને ભારતમાં શરણ કેમ આપીએ? અમે ૧૪૦ કરોડ લોકો સાથે સંઘર્ષ કરી રહ્યા છીએ.
સુપ્રીમ કોર્ટે સોમવારે શરણાર્થીઓને લઈ મહત્ત્વપૂર્ણ ટીપ્પણી કરી. સુપ્રીમ કોર્ટે એક મામલાની સુનાવણી દરમિયાન કહ્યું કે, ભારત કોઈ ધરમશાળા નથી, દુનિયાભરમાંથી આવેલા શરણાર્થીઓને ભારતમાં શરમ કેમ આપીએ? અમે ૧૪૦ કરોડ લોકો સાથે સંઘર્ષ કરી રહ્યા છીએ. અમે દરેક જગ્યાએથી આવેલા શરણાર્થીઓને શરણ ના આપી શકીએ. સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ દીપાંકર દત્તાએ શ્રીલંકાથી આવેલ તમિલ શરણાર્થીને કસ્ટડીમાં લેવાના મામલે હસ્તક્ષેપ કરવાથી ઈન્કાર કરતા આ વાત કહી.
શ્રીલંકાના નાગરિકની અટકાયત સામે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી, પરંતુ કોર્ટે અરજીમાં દખલ કરવાનો ઇનકાર કર્યો હતો. બેન્ચ મદ્રાસ હાઇકોર્ટના આદેશને પડકારતી અરજી પર સુનાવણી કરી રહી હતી. એવો નિર્દેશ આપવામાં આવ્યો હતો કે અરજદારે UAPA કેસમાં લાદવામાં આવેલી ૭ વર્ષની સજા પૂર્ણ કર્યા પછી તરત જ ભારત છોડી દેવું જોઈએ.
શ્રીલંકાના અરજદારના વકીલે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે તે શ્રીલંકન તમિલ છે જે વિઝા પર અહીં આવ્યો હતો. તેણે કહ્યું હતું કે તેના દેશમાં તેના જીવને જોખમ છે. અરજદાર લગભગ ત્રણ વર્ષથી કોઈપણ દેશનિકાલ પ્રક્રિયા વિના નજરકેદ છે.