અરબ સાગરમાં સર્જાયેલું લો પ્રેશર ડિપ્રેશનમાં ફેરવાઇ શકે!

Gujarat Rainfall

અપર એર સાયલક્લોનિક સર્ક્યુલેશનને કારણે નૈઋત્યના ચોમાસાના આગમન પહેલા જ રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. અરબ સાગરમાં સર્જાયેલું લો પ્રેશર આજે મોડી સાંજ સુધીમાં ડિપ્રેશનમાં ફેરવાઇ શકે છે. અરબી સમુદ્રમાં ગોવા, કોંકણ પાસે સિસ્ટમ સર્જાઇ છે. આ સિસ્ટમ આગળ વધે તો ગુજરાતના વિસ્તારોમાં પણ અસર વર્તાઇ શકે છે. હાલની સ્થિતિ પ્રમાણે વાવાઝોડું બને તેવી શક્યતા ઓછી હોવાનું સ્કાયમેટનું અનુમાન છે. હાલ અરબી સમુદ્ર પર એન્ટિ સાયક્લોન અને રિઝ બનેલી છે એટલે ટ્રેક નક્કી ન હોવાનું જાણીતી હવામાન એજન્સીનું અનુમાન છે. 

Cyclone Incoming? Low-Pressure Area Forms Over Arabian Sea; To Intensify Into  Depression By May 24, Says IMD

સાયલક્લોનિક સર્ક્યુલેશનને પગલે ગુજરાતમાં આજથી ૭ દિવસ ૧૨ થી વધુ જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ભારે વરસાદને પગલે અનેક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત સરકારે કન્ટ્રોલ રૂમ શરૂ કરવા પણ સૂચના આપી દીધી છે. ઉલ્લેખનીય છે કે ગુરૂવારે ગુજરાતના ઘણા વિસ્તારોમાં મીની વાવાઝોડું ફૂકાયું હતું. રાજકોટ, અમરેલી અને સુરેન્દ્રનગર જિલ્લામાં તોફાની પવન સાથે વરસાદ વરસ્યો હતો. રાજકોટ શહેર અને ગોંડલ પંથકમાં ફૂંકાયેલા ભારે પવનના કારણે અનેક વૃક્ષો, હોર્ડિગ્ઝ ધરાશાયી થયા હતા. ભારે પવનના કારણે ઈમારતોની બારીના કાચ તૂટી ગયા હતા.

Storm today GIF on GIFER - by Yokinos

ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે. અપર એર સાયલક્લોનિક સર્ક્યુલેશનને કારણે નૈઋત્યના ચોમાસા આગમન પહેલા જ રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે આગામી ૭ દિવસ ગાજવીજ સાથે હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ૫૦-૭૦ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવવાની અને ગાજવીજ સાથે ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેવામાં રાજ્યના મુખ્યમંત્રીએ અલર્ટવાળા જિલ્લાના વહીવટીતંત્રને સતર્કતા રાખવાને લઈને સૂચના આપી છે. 

Pune records wettest May since 2015

હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં આગામી ૨૮ મે સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં ૧૨ થી વધુ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે, ત્યારે આજે શુક્રવારે એટલે કે ૨૩ મેથી ૨૫ મે દરમિયાન રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, ભરુચ, સુરત, તાપી, નર્મદા, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે ભારે વરસાદને પગલે યલો અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 

Low-pressure system over Bay of Bengal likely to boost Maha monsoon onset |  Pune News - Times of India

આગામી ૨૬ મેના રોજ રાજ્યના ૧૫ જિલ્લામાં વરસાદની આગાહી છે. રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, આણંદ, ભરુચ, સુરત, તાપી, છોટા ઉદેપુર, નર્મદા, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદને લઈને યલો અલર્ટ જાહેર કર્યુ છે. જ્યારે સમગ્ર ગુજરાતમાં ૫૦-૭૦ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવવાની સાથે મેઘગર્જના થશે.

Cyclone Shakhti incoming? IMD warns of intensifying storm over Arabian Sea;  Mumbai under orange, Konkan on red alert - The Economic Times

સૌરાષ્ટ્રમાં ગુરૂવારે સાંજ સુધી પરસેવે રેબઝેબ કરતા અસહ્ય બફારા બાદ સાંજે ગાજવીજ અને વાવાઝોડા જેવા તીવ્ર પવન સાથે વરસાદ વરસ્યો હતો. રાજકોટ, ગોડલ, અમરેલી, જામજોધપુર પંથકમાં વરસાદ તો અડધાથી એક ઈંચ વરસ્યો પણ પ્રિમોન્સૂન તૈયારીની પોલંપોલની ફરિયાદો વચ્ચે અનેક બોર્ડ ઉડ્યા,વૃક્ષો ધસી પડ્યા,રસ્તા બંધ થયા હતા અને સામાન્ય વરસાદે જળબંબાકાર સર્જાયો હતો. રાજકોટમાં બે સ્થળે તોતિંગ હોર્ડીંગ બોર્ડ અને ૩૦ થી વધુ સ્થળે વૃક્ષો અને તેની ડાળીઓ ધસી પડી હતી. સામાન્ય વરસાદે વાહનો પસાર ન થઈ શકે એટલા પાણી  ભરાયા હતા અને તંત્રની પ્રિમોન્સૂન કામગીરીની પોલંપોલ ખુલી પડી હતી. 

Mumbai braces for rain-drenched weekend as potential cyclone brews in Arabian  Sea | Mumbai News - Times of India

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *