ભારતે તૂર્કિયેની દુઃખતી નસ પર હાથ મૂક્યો

તૂર્કિયેની દુ:ખતી નસ પર ભારતે હાથ મૂકી દીધો છે. ગુપ્ત રિપોર્ટ અનુસાર, તૂર્કિયે ન માત્ર પાકિસ્તાનના આતંકવાદી સંગઠનોને સપોર્ટ કરે છે, પરંતુ અલ-કાયદા, ISIS, HTC જેવા આતંકવાદી સંગઠનોને મદદ કરી રહ્યું છે. એક તરફ તૂર્કિયે NATOનું સભ્ય છે, તો બીજી તરફ તે આતંકવાદને પ્રોત્સાહન આપી રહ્યું છે અને પોતાને ત્યાં કુર્દોને દબાવે છે. આ તેના પાખંડને સ્પષ્ટ દેખાડે છે. તૂર્કિયે લાંબા સમયથી કુર્દ વિદ્રોહીઓને આતંકી ગણાવીને તેના પર કાર્યવાહી કરી રહ્યું છે. ભારતે આ મુદ્દાના બહાને પાકિસ્તાનના આતંકવાદી નેટવર્ક અને તૂર્કિયેના સમર્થનની સરખામણી કરી નાખી. તેનાથી તૂર્કિયે હાંફળુંફાંફળું થઈ ગયું છે કારણ કે તે પોતે આતંકવાદ સામે કાર્યવાહી કરવાનો દાવો કરે છે, જ્યારે પાકિસ્તાન જેવા દેશને ખુલ્લેઆમ સમર્થન આપે છે. આ રાજદ્વારી રીતે તુર્કીને તેના દંભનો અરીસો બતાવવા જેવું છે.

GIF turkey - animated GIF on GIFER

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *