ભાજપ સાંસદદ નિશિકાંત દુબેએ પાકિસ્તાનને માહિતી આપવા માટે ૧૯૯૧ માં થયેલા કરાર પર સવાલ ઉઠાવ્યા છે અને તેના માટે કોંગ્રેસને જવાબદાર ઠેરવી છે.
ઓપરેશન સિંદૂરની જાણકારી પાકિસ્તાનને આપવા વિશે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી મોદી સરકાર અને વિદેશ મંત્રી એસ જયશંકરને સતત ઘેરી રહ્યા છે. આ દરમિયાન ગોડ્ડાથી લોકસભા સાંસદ નિશિકાંત દુબેએ 1991માં ભારત પાકિસ્તાન વચ્ચે થયેલી સમજૂતીને લઈને કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે. તેમણે પૂછ્યું છે કે ભારતીય સેનાની હિલચાલ અને દાવપેચની માહિતી પાકિસ્તાનને આપવા માટે કેમ કરાર થયો?
હકીકતમાં કોંગ્રેસે વિદેશ મંત્રી એસ જયશંકર પર નિશાન સાધ્યું હતું અને કહ્યું હતું કે હુમલાની જાણકારી પાકિસ્તાનને અગાઉથી કેમ આપવામાં આવી હતી. નિશિકાંત દુબેએ આ મુદ્દે એક દસ્તાવેજ રજૂ કર્યો છે. નિશિકાંત દુબેએ સોશિયલ મીડિયા એક્સ પર દસ્તાવેજ શેર કર્યો છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે ૧૯૯૧માં એક કરાર થયો હતો. આ અંતર્ગત બંને દેશો સૈન્ય અભ્યાસ વિશે એકબીજાને પહેલેથી જ જાણકારી આપશે. બંને દેશો સેનાની હિલચાલ વિશેની માહિતી પણ શેર કરશે.
ભાજપના નેતા નિશિકાંત દુબેએ એક્સ પોસ્ટ દ્વારા કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. “રાહુલ ગાંધીજી, આ તમારા દ્વારા રચાયેલી સરકારના સમયનો કરાર છે. ૧૯૯૧માં, તમારી પાર્ટી સમર્થિત સરકારે એક કરાર કર્યો હતો કે ભારત અને પાકિસ્તાન કોઈ પણ આક્રમણ અથવા સૈનિકોની હિલચાલ વિશેની માહિતીની આપ-લે એકબીજા સાથે કરશે. શું આ કરાર દેશદ્રોહ છે? કોંગ્રેસનો હાથ પાકિસ્તાની વોટ બેંક સાથે, તમારી વિદેશ મંત્રી એસ જયશંકર પર વાંધાજનક ટિપ્પણી યોગ્ય છે?