૧૨ એપ્રિલ ૨૦૨૧ – આજનું રાશિફળઃ જાણો શું કહે છે તમારું આજનું રાશિફળ

આજનું રાશિફળઃ પંચાગ અનુસાર આજના દિવસે ફાગણ વદ ચૌદશની તિથિ છે. સવારે 8 વાગ્યાથી અમાસની તિથિ આરંભ થશે. આજે ચંદ્ર મીન રાશિમાં છે. આજનો દિવસ તમામ રાશિ માટે વિશેષ છે. પરંતુ કેટલીક રાશિના જાતકોએ ખાસ સાવધાની રાખવાની જરૂર છે.

Today Horoscope (આજનું રાશિફળ)

મેષ  (અ.લ.ઇ.) આજના દિવસે કામકાજનો બોજ વધારે રહેશે. તેથી ખુદમાંથી સમય કાઢજો.બચત અને ખર્ચનો તાલમેલ જાળવી રાખજો. નજીકના ભવિષ્યમાં અચાનક મોટો ખર્ચ આવી પડી શકે છે.

વૃષભ (બ.વ.ઉ.) :  આજે કોઈ અજ્ઞાત ભય કારણ વગર માનસિક સ્થિતિને બગાડી શકે છે. પરિવારની સુખ શાંતિ માટે ઘરમાં પૂજા કરાવી શકો છો.

મિથુન  (ક.છ.ઘ.) આજના દિવસે કમ્યુનિકેશન ગેપ કે પોતાની વાતની સ્પષ્ટ રીતે રાખવામાં કોઈ ભૂલ ન કરતાં. આમ ન થવાથી જે કામ સરળતાથી પૂરા થઈ શકે તેમ હતા તેમાં પણ મહેનત કરવી પડશે.

કર્ક  (ડ.હ.) આજના દિવસે મહત્વપૂર્ણ મીટિંગમાં કોઈ હલકી વાત ન કરતાં, નહીંતર શરમમાં મુકાવું પડી શકે છે. પરિવારમાં પરિસ્થિતિ તમારી અનુકૂળ રહેશે.

સિંહ  (મ.ટ.)  આજનો દિવસ પ્રફુલ્લિત સ્વભાવ દરેક સમસ્યાને  દૂર કરવામાં મદદગાર બનશે. ખર્ચનો ગ્રાફ ઉપર-નીચે જઈ શકે છે તેથી પરેશાન ન થતાં. કોઈ વિવાદિત મુદ્દા કે ગંભીર વાતચીતથી બચજો.

કન્યા  (પ.ઠ.ણ.)  આજે તમારા ભરોસાપાત્ર લોકો નારાજ ન થાય તેનું ધ્યાન રાખજો. તમામ સાથે નજીકના સંબંધ બનાવજો. પારિવારિક માહોલ સારો રહેજે.

તુલા   (ર.ત.)  આજના દિવસે સૂર્ય દેવતાને જળ અર્પણ કરીને ઉપાસના કરો. ઓફિસમાં અન્યોની વાતમાં આવીને કોઈ ફેંસલો ન કરતાં. દરેક મુદ્દા પર ચર્ચા બાદ નિર્ણય કરજો. પરિવાર સાથે દિવસ યાદગાર રહેશે.

વૃશ્ચિક (ન.ય.)  આજે ઓફિસમાંથી કોઈ શુભ સમાચાર મળી શકે છે. વેપારી મંદીને લઈ પરેશાન થઈ શકે છે.  મિત્રો સાથે કારણ વગર મતભેદ થઈ શકે છે.

ધન  (ભ.ધ.ફ.ઢ.) આજે કાર્યસ્થળ પર બિનજરૂરી ભાર કે જવાબદાર ન લો જ સારું રહેશે. સામાજિક કાર્યોમાં શ્રમ દાન કરવું પડી શકે છે. સક્રિય રહીને ભાગીદારી જાળવજો.

મકર  (ખ.જ.)  આજના દિવસે આરામથી વધારે અચાનક કાર્યભારના કારણે તણાવ રહી શકે છે. કામ અને આરામની જરૂરિયાત મુજબ તાલમેલ બનાવીને ચાલજો. પિતાની વાતોને આત્મસાત કરજો.

કુંભ  (ગ.શ.ષ.સ.)  આજના દિવસે લાભની સાથે વધારે સક્રિયતા દેખાડજો. યુવા વર્ગ કોઈ સ્પર્ધાની તૈયારી કરતાં હો તો ઢીલાશ ન દાખવતાં.

મીન (દ.ચ.ઝ.થ) સોના-ચાંદીના વેપારીને ધાર્યા મુજબ કામ નહીં થાય. કોઈ મોટો નિર્ણય લેતા પહેલા વડીલોની સલાહ લેજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *