જો તમારી ગરદન કાળી પડી ગઇ છે તો અમે તમારા માટે કેટલાક ઘરેલુ ઉપાય લાવ્યા છીએ, જેને તમે ફોલો કરી શકો છો.
ઉનાળામાં તડકા અને પરસેવાના કારણે ગરદન કાળી થવી એ સામાન્ય સમસ્યા બની જાય છે. ઘણી વખત લોકો તેની અવગણના કરે છે, જેના કારણે ટેનિંગ થાય છે અને ત્વચા નિર્જીવ દેખાવા લાગે છે. આમ જોવા જઈએ તો તમે સરળતાથી ગરદન સાફ કરી શકો છો. જો તમે પણ ગરદનને બરાબર સાફ નથી કરી શકતા તો અમે તમારા માટે કેટલાક ઘરેલુ ઉપાય લાવ્યા છીએ, જેને તમે ફોલો કરી શકો છો.
બેકિંગ સોડા અને ગુલાબજળ
બેકિંગ સોડા અને ગુલાબજળની મદદથી ગરદનની કાળાશને તમે સરળતાથી દૂર કરી શકો છો. બેકિંગ સોડા એક કુદરતી એક્સ્ફોલિએટરની જેમ કામ કરે છે. તેના ઉપયોગથી ત્વચાના મૃત કોષો સરળતાથી દૂર થાય છે. તેમાં અનેક પ્રકારના એન્ટી બેક્ટેરિયલ ગુણ પણ હોય છે.