ઓપરેશન સિંદૂર પછી આજે અને આવતીકાલે એમ ૨૬-૨૭ બે દિવસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે છે. તેઓ દાહોદ, ભુજ અને ગાંધીનગરમાં વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમના બે દિવસના કાર્યક્રમની શરૂઆત આજથી કરશે. જેમઆ આજે ૨૬ મેના રોજ ભુજમાં ૫૩,૪૧૪ કરોડના ખર્ચે ૩૩ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. જ્યારે વડોદરા, ભુજ અને અમદાવાદમાં રોડ શો કરશે. વડોદરાના રોડ શો દરમિયાન કર્નલ સોફિયાનો પરિવાર પણ હાજરી આપશે. પ્રધાનમંત્રી ૯ કલાકમાં ૪ શહેરની મુલાકાત, ૩ રોડ શો અને ૨ જાહેરસભાને સંબોધન કરશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીતેમના પ્રવાસની શરૂઆત વડોદરાથી કરશે. ત્યાં રોડ શોનું આયોજન કરશે. જેમાં ઓપરેશન સિંદૂરનો ચહેરો એવા કર્નલ સોફિયા કુરેશીના પરિવારજનો પણ જોડાશે. ત્યાર બાદ તેઓ દાહોદ જવા રવાના થશે. દાહોદથી ભુજ અને પછી અમદાવાદ આવશે અને ત્યાર બાદ ગાંધીનગર ખાતે રાજભવનમાં રાત્રિ રોકાણ કરશે. આજના દિવસ દરમિયાન તેઓ ૪ શહેરમાં ૩ રોડ શો અને ૨ જાહેરસભા યોજશે.
૨૬ મી મેના રોજ સવારે ૧૦:૦૦ વાગ્યા આસપાસ વડોદરા એરપોર્ટ ખાતે પીએમ મોદીનું આગમન થશે. એરપોર્ટથી એરફોર્સ ગેટ સુધી એક કિલોમીટરનો રોડ શો કરશે. આ રોડ શોમાં શહેર અને જિલ્લાની મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહેશે. ઓપરેશન સિંદૂરમાં ભારતે જે રીતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. તેને લઇને વડાપ્રધાનનો સન્માન અને સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવશે.
