ભરૂચમાં દહેજ ઔદ્યોગિક વસાહતમાં આવેલી ફાર્મા કંપનીમાં ભીષણ આગ

ભરૂચ માં દહેજ  ઔદ્યોગિક વસાહતમાં આવેલી શ્વેતાયન કેમ. ટેક ફાર્મા કંપની માં ભીષણ આગ લાગી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આગનો કોલ મળતાની સાથે ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર વિભાગ દ્વારા આગને કાબૂમાં લેવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. મળતી વિગતો અત્યારે ૮ ફાયર ફાઈટર ઘટનાસ્થળે પહોતી અને આગને મહામહેનતે કાબૂમાં લીધી હતી.

"Massive Fire Breaks Out at Pharma Company in Bharuch"

વિકરાળ આગના ધુમાડાના ગોટેગોટા દૂરથી જ દેખાયા
આગના કારણે કંપનીના કેટલાક ભાગોમાં ભારે નુકસાન થયું છે. આગ એટલી વિકરાળ હતી કે, આગના ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી દેખાયા હતા. આગ વિકારાળ હોવાથી આસપાસના વિસ્તારોમાં પણ ચિંતાનો માહોલ સર્જાયો હતો. જો કે, ફાયર વિભાગ દ્વારા આગ કાબૂમાં લેવામાં આવતા લોકોએ રાહતનો શ્વાસ લીધો. આગની ઘટનાને ગંભીરતાથી લેતા પોલીસ અને અન્ય સંબંધિત અધિકારીઓએ પણ ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી હતી.

Massive fire breaks out at Shweta Chemical Company in Dahej | દહેજની 8  માળની બર્નિંગ બિલ્ડિંગ: શ્વેતાયન કેમ. ટેક ફાર્માની ભીષણ આગ કાબૂમાં,  વિસ્તારમાં કેમિકલ કંપનીઓની ...

કેમિકલ રિએકશન કે શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોઈ શકે
આગના કારણે કોઈ જાનહનિના સમાચાર મળ્યા નથી. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે તમામ કર્મચારીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતાં. આખરે શા કારણે આગ લાગી? તેના વિશે કોઈ ખાસ જાણકારી મળી નથી. આગનું કારણ હજી પણ અકબંધ રહ્યું છે. જો કે, પ્રાથમિક તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે, કેમિકલ રિએકશન અથવા શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોઈ શકે છે. આગના કારણે કંપનીને લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *