ઓપરેશન સિંદૂર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલીવાર માદરેવતન ગુજરાતમાં આવી રહ્યા છે. પીએમ મોદી આજે ૨૬ મે અને ૨૭ મે બે દિવસ રહેશે. અને અનેક કાર્યક્રમોમાં ભાગ લેશે, રોડ શો કરશે. જાહેર સભાઓ પણ સંબોધશે.
જમ્મુ કાશ્મિરના પહલગામમાં આતંકવાદી હુમલા બાદ મોદી સરકાર દ્વારા આતંકવાદ સામે ઓપરેશન સિંદૂર ચલાવામાં આવી રહ્યું છે. ઓપરેશન સિંદૂર અંતર્ગત ભારતે પાકિસ્તાન અને પીઓકેમાં એરસ્ટ્રાઈક કરી આંતકીઓને મોતને ઘાટ ઉતાર્યા હતા. ત્યારબાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે સ્થિતિ ખૂબજ તંગ બની હતી. જોકે, ઓપરેશન સિંદૂર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલીવાર માદરેવતન ગુજરાતમાં આવી રહ્યા છે. પીએમ મોદી આજે ૨૬ મે અને ૨૭ મે બે દિવસ રહેશે. અને અનેક કાર્યક્રમોમાં ભાગ લેશે, રોડ શો કરશે. જાહેર સભાઓ પણ સંબોધશે.