કેરળના દરિયાકિનારે લિબેરિયન-ફ્લેગ ધરાવતું MSC Elsa નામનું કાર્ગો જહાજ ડૂબી ગયું હતું.કોસ્ટ ગાર્ડ એ ત્વરિત રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરી તમામ ૨૪ ક્રૂ મેમ્બરને બચાવી લીધા હતા. આ ઘટનાને કારણે કેરળના સમુદ્રમાં પ્રયારણીય પ્રદૂષણ ફેલાવાનો ભય સેવાઈ રહ્યો છે.

પ્રાપ્ત વિગત મુજબ આ જહાજ શુક્રવારે વિઝિનજમ બંદરેથી કોચી જવા રવાના થયા બાદ ૨૬ ડિગ્રીએ નમી ગયું હતું.જહાજ પરના ખલાસીઓએ તેને સ્થિર કરવાનો પ્રયત્ન કર્યો હતો પણ તેમાં સફળતા ન મળતા જહાજમાં પાણી ભરાવા લાગ્યું હતું. બાદમાં તેમણે સહાયની માંગણી કરતા અને કોસ્ટ ગાર્ડે પળના પણ વિલંબ વગર નજીકના જહાજો અને વિમાનો સાથે બચાવ કામગીરીનું સંકલન કર્યું હતું.જહાજ પરના ૨૪ માંથી ૨૧ ક્રુ મેમ્બર ને બચાવી લેવાયા હતા જ્યારે કંપનીના આદેશ મુજબ ત્રણ ક્રૂ મેમ્બર જહાજ પર જ રહ્યા હતા.

બાદમાં કોસ્ટ ગાર્ડના INS સુજાતાએ જોખમી પરિસ્થિતિઓમાં બાકી રહી ગયેલા ત્રણ ક્રૂ મેમ્બરને પણ બચાવી લીધા હતા.
કોસ્ટ ગાર્ડના ઇન્સ્પેક્ટર જનરલ (વેસ્ટર્ન રિજન) ભીષમ શર્માએ જહાજના તરતા કન્ટેનર અન્ય જહાજો માટે ખતરો સર્જે તથા કિનારે પણ આવી શકે તેવા સંજોગો સર્જાતા કોસ્ટકાર્ડ દ્વારા પેટ્રોલિંગ શરૂ કરાયું હતું. કેરળના મુખ્ય સચિવ કન્ટેનરના ખતરાનું મૂલ્યાંકન કરવા માટે બેઠક બોલાવી હતી. દુર્ઘટનાનો ભોગ બનેલા આ જહાજ પર ૬૪૦ કન્ટેનર હતા, જેમાં ૧૩ જોખમી કાર્ગોનો સમાવેશ થતો હતો. બાર કન્ટેનરમાં કેલ્શિયમ કાર્બાઇડ હતું. જહાજની ટાંકીઓમાં ૮૪.૪૪ મેટ્રિક ટન ડીઝલ હતું.
