તમાકુ એક ધીમું ઝેર છે જે માનવ શરીરને અંદરથી ખોખલું કરે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અનુસાર, તમાકુના સેવનને કારણે દર વર્ષે લાખો લોકો પોતાનો જીવ ગુમાવે છે.
વર્લ્ડ નો-ટોબેકો ડે: તમાકુનું સેવન શરીર માટે હાનિકારક છે. ભારતમાં જ નહીં પરંતુ દુનિયાભરમાં અનેક સ્વરૂપે તમાકુનું સેવન કરવામાં આવી રહ્યું છે. નાની ઉંમરથી લઈ વૃદ્ધ લોકો પણ તમાકુનું સેવન છે. જેની શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર થાય છે. તમાકુ એક ધીમું ઝેર છે જે માનવી શરીરને અંદરથી ખોખલું તો કરે જ છે, પરંતુ ધીમે ધીમે અનેક અંગોનો ખરાબ કરે છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) અનુસાર, તમાકુના સેવનને કારણે દુનિયાભરમાં દર વર્ષે લાખો લોકો પોતાનો જીવ ગુમાવે છે. ધુમ્રપાન કે ગુટખા ખાવાથી શરીરના લગભગ દરેક અંગને નુકસાન થાય છે. આના નિવારણ માટે દર વર્ષે 31 મેના રોજ World No Tobacco Day એટલે કે વિશ્વ તમાકુ નિષેધ દિવસ ઉજવાય છે. એશિયન હોસ્પિટલના કેન્સર વિભાગના ચેરમેન ડો.પુનીત ગુપ્તાએ તમાકુ આપણા શરીરને કેવી રીતે અસર કરે છે તે સમજાવ્યું હતું.
ડો.પુનીત ગુપ્તાએ જણાવ્યું હતું કે, તમાકુનું સેવન એટલું ખતરનાક છે કે તે શરીરના ઘણા ભાગોને નુકસાન પહોંચાડે છે. તમાકુના સેવનના કારણે કેન્સર જેવી અસાધ્ય બીમારીઓ મોટી સંખ્યામાં લોકોને પોતાની ઝપેટમાં લઇ રહી છે. તમાકુના સેવનથી થતાં કેન્સરને કારણે દર વર્ષે લગભગ ૭૦ લાખ લોકો મૃત્યુ પામે છે. ચાલો જાણીયે તમાકુનું સેવન કરવાથી શરીરના કયા અંગોને નુકસાન થાય છે.