બદામનું તેલ વિટામીન ઇથી ભરપૂર હોય છે જે ત્વચાને નુકસાન પહોંચાડતા ફ્રી રેડિકલ્સને દૂર કરે છે. આ સિવાય બદામના તેલમાં રહેલુ ફેટી એસિડ ત્વચાની ડ્રાયનેસ દૂર કરે છે.
બદામનું તેલ વિટામીન ઇથી ભરપૂર હોય છે જે ત્વચાને નુકસાન પહોંચાડતા ફ્રી રેડિકલ્સને દૂર કરે છે. આ સિવાય બદામના તેલમાં રહેલુ ફેટી એસિડ ત્વચાની ડ્રાયનેસ દૂર કરે છે. અસંખ્ય ગુણધર્મોથી ભરપૂર, બદામ ખાવામાં સ્વાદિષ્ટ જ નથી, પણ ત્વચા માટે પણ ઉપયોગી છે. શિયાળો હોય કે ઉનાળો હોય કે વરસાદ, દરરોજ સૂતા પહેલા બદામના તેલથી ચેહરા પર માલિશ કરવાથી ત્વચાની ઘણી સમસ્યાઓ દૂર થાય છે. તે ત્વચાના ડાઘ દૂર કરે છે સાથે-સાથે ચહેરાને ચમકદાર બનાવે છે.
બદામના તેલમાં જોવા મળતા તત્વો
બદામના તેલમાં વિટામિન A, E, D, કેલ્શિયમ, પોટેશિયમ, ઝિંક, આયર્ન, મેંગેનીઝ, ફોસ્ફરસ અને ઓમેગા-૩ ફેટી એસિડ ભરપૂર માત્રામાં હોય છે. બદામના તેલના આ બધા ગુણો ત્વચાની સમસ્યાઓ માટે ઉત્તમ ઉપચાર છે.
આ ૨ રીતે ઉપયોગ કરો
પ્રથમ રીત – બદામના તેલને કોઈપણ મોઇશ્ચરાઇઝિંગ લોશન સાથે મિક્સ કરો અને તેને ચહેરા પર લગાવો. રાત્રે સૂતા પહેલા બદામનું તેલ લગાવવાથી ત્વચા ચમકદાર બને છે.