કોરોનાને લીધે ૧ મહિનામાં દુનિયામાં ૨૮૬૧ નાં મોત

Corona Virus Sticker - Find & Share on GIPHY

દક્ષિણ એશિયામાં કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. ભારતમાં છેલ્લા એક સપ્તાહમાં જ કોરોનાના કેસ અંદાજે ૭૦૦ જેટલા વધીને ૧૦૦૦ થી વધુ થઈ ગયા છે ત્યારે અમેરિકામાં કોરોના વાયરસથી પ્રત્યેક સપ્તાહે ૩૫૦ થી વધુ લોકોનાં મોત થઈ રહ્યાં છે તેમ અમેરિકાના સેન્ટર્સ ફોર ડીસીસ કંટ્રોલ એન્ડ પ્રિવેન્સન વિભાગે જણાવ્યું હતું. બીજીબાજુ વિશ્વ આરોગ્ય સંસ્થા (હૂ)એ દાવો કર્યો છે કે દુનિયામાં ૨૮ દિવસમાં કોરોનાથી ૨૮૬૧ લોકોનાં મોત નીપજ્યાં છે.

Five Countries, Five Experiences of the Coronavirus Pandemic | The New  Yorker

અમેરિકાના સેન્ટર્સ ફોર ડીસીસ કંટ્રોલ એન્ડ પ્રીવેન્શન (સીડીસી) વિભાગના જણાવ્યા મુજબ કોરોના વાયરસથી ગયા મહિને પ્રત્યેક સપ્તાહે સરેરાશ ૩૫૦ લોકોનાં મોત નીપજ્યાં હતા. ન્યૂયોર્ક યુનિવર્સિટીમાં નર્સિંગ લિડરશિપના પ્રોફેસર સીન ક્લાર્કે કહ્યું કે, કોરોના હવે વૈશ્વિક મહામારી નથી રહ્યો, પરંતુ તે હજુ પણ જીવલેણ છે. વર્ષ ૨૦૨૦થી અત્યાર સુધીમાં દુનિયામાં કોરોનાથી ૭૦ લાખ લોકોએ જીવ ગુમાવ્યા છે તેમ વિશ્વ આરોગ્ય સંસ્થાએ જણાવ્યું હતું. વિશ્વ આરોગ્ય સંસ્થાએ મે ૫, ૨૦૨૩ ના રોજથી કોરોનાને વૈશ્વિક મહામારી ગણાવવાનું બંધ કરી દીધું છે. જોકે, હૂએ જણાવ્યું હતું કે, છેલ્લા ૨૮ દિવસમાં કોવિડ-૧૯ થી અમેરિકામાં ૨૧૦૦ સહિત ૨૮૬૧ લોકોનાં મોત થયા છે. છેલ્લા કેટલાક સમયમાં કોરોના પીડિત દર્દીઓનું હોસ્પિટલમાં દાખલ થવાનું અને ઈમર્જન્સી વિભાગની મુલાકાતોનું પ્રમાણ વધી ગયું છે.

People run away from corona viruses | Premium Vector

ડયુક યુનિવર્સિટી મેડિકલ સેન્ટરના પ્રોફેસર ડૉ. ટોની મૂડીએ જણાવ્યું કે, હકીકત એ છે કે આપણે હજુ પણ કોરોનાથી મોત થતાં હોવાનું જોઈ રહ્યા છીએ. એનો અર્થ એ છે કે કોરોના વાયરસ હજુ પણ ફેલાઈ રહ્યો છે અને લોકો તેના સંપર્કમાં આવી રહ્યા છે.

M. Anthony Moody, MD | AME

coronavirus by Alexandr Sidorovich on Dribbble

નિષ્ણાતોએ જણાવ્યું કે, અમેરિકન સરકારે કોરોના મહામારીને જાહેર સ્વાસ્થ્ય માટે જોખમી જાહેર કર્યાના પાંચ વર્ષ પછી પણ કોરોનાથી હજારો લોકોનાં મોત થઈ રહ્યાં છે.  વેન્ડરબિલ્ટ યુનિવર્સિટી મેડિકલ સેનટ્રમાં પ્રિવેન્ટિવ મેડિસિનના પ્રોફેસર ડૉ. વિલિયમ શાફનરે જણાવ્યું કે, કોરોના વાયરસ હવે આપણા જીવનનો ભાગ બની ગયો છે. કોવિડ હવે ક્યાંય જઈ રહ્યો નથી અને તેનાથી હજુ પણ પ્રત્યેક વર્ષે સેંકડો લોકોનાં મોત થઈ રહ્યા છે.

Equipo comercial de la empresa como escudo contra la corona Seguro  económico de salud para la vacuna. | Vector Premium

સીડીસીના જણાવ્યા મુજબ કોવિડ-૧૯ ના નવા વેરિઅન્ટના કેટલાક કેસ નોંધાયા છે, જે ચીનમાં વાયરલ ચેપના મોટા ઉછાળા સાથે સંકળાયેલા છે. અમેરિકન એરપોર્ટ્સ પર પણ નવા વેરિઅન્ટ્સના કેસ નોંધાયા છે. વોશિંગ્ટન સ્ટેટ, કેલિફોર્નિયા, ન્યૂયોર્ક સિટી વિસ્તાર અને વર્જિનિયામાં વિદેશી પ્રવાસીઓના આગમનમાં સીડીસી એરપોર્ટ સ્ક્રિનિંગ કાર્યક્રમ મારફત નવો વાયરસ એનબી.૧.૮.૧ ડીટેક્ટ થયો છે.

Covid19 Virus GIF - Covid19 Virus Coronavirus - Discover & Share GIFs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *