
ઊંધમાં સપના જોવા સ્વાભાવિક વાત છે. પરંતુ શુ આપ જાણો છો કેટલાક સપના અપશુકનના સંકેત આપે છે. સપનામાં મળતા કેટલાક સંકેત અશુભ સાબિત થઇ શકે છે. કેવા છે આ સંકેત જાણીએ..

જો આપને સપનામાં બિલ્લી દેખાય તો તે અશુભ સંકેત છે. બિલ્લી સંબંધમાં દગાનો સંકેત આપે છે.

જો આપને સપનામાં ધુમ્મસ કે ઘુવાળો કે પછી ધુંધળી વાતાવરણ કે ઝાકળ દેખાય તો આ દ્વશ્યો આપના મનની સંશયની સ્થિતિને જ દર્શાવે છે.

જો આપ સપનામાં ખુદને પડતા જુઓ તો સમજી લશો કે, કોઇ અણધારી મુશ્કેલી આપના જીવનમાં આવી શકે છે.

જો આપ સપનામાં ખુદને રડતાં જુઓ છો, તો આપની જીવનમાં કોઇ આફત કે અણધારી મુશ્કેલી આવી શકે છે.

જો આપને સપનામાં સાપ દેખાય તો તે પણ અશુભ સંકેત આપે છે. આ સપનુ વ્યાવસાયિક જીવનમાં મુશ્કેલીના સંકેત આપે છે.

સપનામાં જો આપ કોઇ મૃતદેહ જુઓ છો. તો આ અશુભ સંકેત છે. આવા સપના નજીકની વ્યક્તિના મૃત્યુના સંકેત આપે છે. કોઇ બિમાર વ્યક્તિને સપનામાં જોવું પણ અશુભ મનાય છે.