ઉદ્ધવ ઠાકરેના દીકરા આદિત્ય અને બોલિવૂડ એક્ટર મોટી મુશ્કેલીમાં ફસાયા!

મુંબઈની મીઠી નદી કૌભાંડમાં શિવસેનાના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરે અને બોલિવૂડ અભિનેતા ડીનો મોરિયો પર ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. થોડા દિવસ પહેલા કૌભાંડ મામલે મોરિયોની પૂછપરછ કરવામાં આવી હતી, ત્યારે શિંદે જૂથના નેતા સંજય નિરુપમે આક્ષેપ કર્યો છે કે, ‘આદિત્ય ઠાકરે અને ડીનો મોરિયો નજીકના મિત્રો છે.’

Aditya Thackeray pauses his speech for few minutes during azaan, video went  viral- The Daily Episode Network

Dino Morea under strict interrogation in multi-crore scam of extracting mud  from Mithi river | ડિનો મોરિયાની આકરી પૂછપરછ: મીઠી નદીમાંથી કાદવ કાઢવાના  કરોડોના કૌભાંડમાં ડિનો ...

મીઠી નદીમાંથી કાદવ કાઢવાના કોન્ટ્રાક્ટ હેઠળ ૬૫ કરોડ રૂપિયાના કથિત કૌભાંડમાં મહારાષ્ટ્ર પોલીસની આર્થિક ગુના શાખા (EOW)એ મોટી કાર્યવાહી કરી હતી અને કોન્ટ્રાક્ટર, નગર નિગમના અધિકારીઓ સહિત ૧૩ લોકો વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. થોડા દિવસ પહેલા આ મામલે ડીનો મોરિયોની પૂછપરછ કરાઈ હતી. આમાં એવો દાવો કરાયો છે કે, ધરપકડ કરાયેલા બે વચેટીયાનો મોરિયો સાથે સંબંધ છે.

મીઠી નદીમાંથી ગાળ કાઢવાનું કરોડો રૂપિયાનું કૌભાંડ: અભિનેતા ડિનો મોરિયા,  તેના ભાઇની એસઆઇટીએ કરી પૂછપરછ | મુંબઈ સમાચાર

મીઠીના સફાઈ કૌભાંડમાં એવો આક્ષેપ કરાયો છે કે, ‘મીઠી નદીમાંથી કાદવ તેમજ સાફસફાઈનું કામ કરવા માટે બીએમસીના અધિકારીઓ દ્વારા ટેન્ડર તૈયાર કર્યું હતું. અધિકારીઓએ ખાસ મશીનરી સપ્લાયરને ફાયદો કરાવવા માટે ટેન્ડર તૈયાર કર્યું હતું.

Nagpur violence | Shiv Sena leader Sanjay Nirupam claims involvement of  individuals with links to Bangladesh in Nagpur violence - Telegraph India

સંજય નિરુપમે કહ્યું કે, ‘મુંબઈમાં ૨૬ મેએ જોરદાર વરસાદ પડ્યો, પાણી ભરાવાના કારણે અનેક લોકો હેરાન થયા. આદિત્ય ઠાકરેએ મુંબઈના નિર્માણાધીન ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં કથિત ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ કર્યો છે, પરંતુ મુંબઈમાં પાણી ભરાવાના બે કારણો છે, એક ડ્રેઈન સફાઈ અને બીજી મીઠી નદી… ૨૬ જુલાઈ-૨૦૦૫માં ૯૦૦ મીમીથી વધુ વરસાદ પડ્યો, ત્યારે ઠાકરે પરિવાર બાલા સાહેબને છોડીને ફાઈવ સ્ટાર હોટલમાં જતા રહ્યા હતા અને તાજેતરમાં વરસાદ પડ્યો ત્યારે એકનાથ શિંદે પોતે કંટ્રોલ રૂમનું નિરીક્ષણ પહોંચી ગયા હતા.’

BMC to install 27 floodgates along Mithi river | Mumbai news - Hindustan  Times

‘વર્ષ ૨૦૦૫ થી મીઠી નદીની સફાઈ માટે ૧૨૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. હવે નદીની સફાઈના કોન્ટ્રાક્ટમાં કથિત ભ્રષ્ટાચાર મામલે મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખાએ કેસ નોંધ્યો છે. ૧૮ કોન્ટ્રાક્ટરોને મીઠી નદીની સફાઈ કરવાનું કામ અપાયું હતું. વર્ષ ૨૦૦૫-૨૦૨૨ દરમિયાન બીએમસીમાં શિવસેનાની સત્તા હતી અને માતોશ્રીની મંજૂરી વગર કોન્ટ્રાક્ટ મળતો ન હતો. માતોશ્રીથી ઉદ્ધવ ઠાકરે અને આદિત્ય ઠાકરે કોન્ટ્રાક્ટ આપતા હતા.’

17 years and Rs 1,150 crore later, work on Mithi River Project still  incomplete

EOWની તપાસમાં બોલિવૂડ અભિનેતા ડીનો મોરિયા નું નામ આવ્યું છે. મોરિયાનો મીઠી નદી સફાઈ સાથે શું સંબંધ છે? મોરિયા આદિત્ય ઠાકરેનો નજીકનો મિત્ર છે. દિશા સાલિયાનના મોત કેસમાં દિશાના પિતાએ મોરિયો અને આદિત્ય પર ગંભીર આક્ષેપ કર્યાહ તા. બંને વચ્ચે નજીકના સંબંધ રહેલા છે. આદિત્યએ મુંબઈમાં ઓપન જિન ખોલવાનો કોન્ટ્રાક્ટ મોરિયાને આપ્યો હતો. ડીનો મોરિયાની પૂછપરછ થઈ રહી છે, તેના ભાઈની તપાસ થઈ રહી છે, તેવી જ રીતે આદિત્યની પણ તપાસ થવી જોઈએ. મુંબઈમાં પાણી ભરાય છે, જળબંબાકાર થઈ જાય છે, તે માટે ઉદ્ધવ ઠાકરે અને આદિત્ય ઠાકરે જવાબદાર છે, તેમાં મોતીશ્રીની ભૂમિકા છે. આદિત્ય ઠાકરે અને મોરિયાની ભૂમિકાની તપાસ થવી જોઈએ.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *