ચૂંટણીપંચે કરી જાહેરાત

કડી-વિસાવદરની ચૂંટણી અચાનક રદ્દ કરવામાં આવી.

વિસાવદર અને કડી વિધાનસભા બેઠક, કેમ હંમેશા રહે છે ચર્ચામાં ?

જો કે ચૂંટણી પંચના આ નિર્ણયનાં કાલે આવતી કાલે ગુજરાતમાં રાજકીય વાતાવરણ ડહોળાય તો નવાઇ નહી. આમ આદમી પાર્ટી તથા કોંગ્રેસ આ નિર્ણયનો વિરોધ કરી શકે છે. અત્રે ઉલ્લેખનીય છેકે, કડી તથા વિસાવદર વિધાનસભાઓ ખાલી પડતા ત્યાં પેટા ચૂંટણીની લાંબા સમયથી રાહ જોવાઇ રહી હતી. ગુજરાતની સૌથી નાટકીય સીટ તેવી વિસાવદર વિધાનસભા પર આમ આદમી પાર્ટી દ્વારા ગોપાલ ઇટાલિયાને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.

Election

ગ્રામ પંચાયતની ચૂંટણી અંગેના સૌથી મોટા અને મહત્વના સમાચાર મળી રહ્યા છે. કડી અને વિસાવદર વિધાનસભા મતવિસ્તારની ગ્રામ પંચાયતની ચૂંટણીઓ સ્થગિત કરવામાં આવી છે. ચૂંટણી પંચ દ્વારા વિધાનસભા ચૂંટણીઓને ધ્યાને રાખીને પંચાયતની ચૂંટણીઓને સ્થગિત કરવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે મોડી રાત્રે નિર્ણય લેવામાં આવતા રાજકીય પ્રતિક્રિયાઓ જાણી શકાઇ નહોતી.

Gram Panchayat elections in Kadi and Visavadar assembly constituencies  postponed, know the reason

જો કે ચૂંટણી પંચના આ નિર્ણયનાં કાલે આવતી કાલે ગુજરાતમાં રાજકીય વાતાવરણ ડહોળાય તો નવાઇ નહી. આમ આદમી પાર્ટી તથા કોંગ્રેસ આ નિર્ણયનો વિરોધ કરી શકે છે. અત્રે ઉલ્લેખનીય છેકે, કડી તથા વિસાવદર વિધાનસભાઓ ખાલી પડતા ત્યાં પેટા ચૂંટણીની લાંબા સમયથી રાહ જોવાઇ રહી હતી. ગુજરાતની સૌથી નાટકીય સીટ તેવી વિસાવદર વિધાનસભા પર આમ આદમી પાર્ટી દ્વારા ગોપાલ ઇટાલિયાને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.

કડી વિધાનસભા મત વિસ્તારમાં ૧૦૩ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાવાની હતી. જો કે ચૂંટણી પંચ દ્વારા મોડી રાત્રે આ ચૂંટણી રદ્દ કરી દેવામાં આવી હતી. તો બીજી તરફ ગુજરાતની સૌથી હાઇપ્રોફાઇલ વિધાનસભા બેઠકો પૈકીની એક વિસાવદર વિધાનસભા મત વિસ્તારમાં ૭૫ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવાની હતી. જો કે તેને પણ ચૂંટણી કમિશ્નરે હાલ રદ્દ કરી દીધી છે. આગામી સમયમાં કડી તથા વિસાવદર વિધાનસભા ચૂંટણીઓની તારીખો જાહેર કરવામાં આવશે.
AAP candidate Ram Chandra wins Bawana seat by 24K votes

ચૂંટણી પંચ દ્વારા આ અંગે સ્પષ્ટતા કરવામાં આવી હતી. ચૂંટણી પંચે જણાવ્યું કે, બંન્ને વિધાનસભા મત વિસ્તારનો સ્ટાફ વિધાનસભાની પેટા ચૂંટણીમાં રોકાયેલો છે તેવામાં પંચાયતોની ચૂંટણી કરાવવી શક્ય નહોતી. જેના કારણે કાં તો વિધાનસભા અથવા તો ગ્રામપંચાયતોની ચૂંટણી રદ્દ રાખવી પડે તેવી સ્થિતિ હતી. જો કે વિધાનસભા ચૂંટણી લાંબા સમયથી ખેંચાતી હોવાનાં કારણે ગ્રામપંચાયતોની ચૂંટણી જ રદ્દ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *