૨૨ મી એપ્રિલના પહલગામમાં આતંકવાદીઓએ ૨૬ નિર્દોષ લોકોની હત્યા કર્યા પછી દેશની સૌથી મોટી અમરનાથ યાત્રા જુલાઈ મહિનાથી શરુ થઈ રહી છે
ત્યારે યાત્રાળુઓની સુરક્ષા મુદ્દે ક્યાંય બેદરકારી રહી જાય નહીં તેના માટે સરકાર સાવધાની રાખશે.
ગૃહ મંત્રાલયે જમ્મુ કાશ્મીર સરકારના મુખ્ય સચિવ અને ડીજીપીને પૂરી યાત્રાની પૂરી સિક્યોરિટી માટે પેરામિલિટરી ફોર્સની ૫૮૧ કંપનીને તહેનાત કરવાનો આદેશ આપ્યો છે. આ યાત્રા પહલગામ હુમલા પછી શરુ થશે, તેથી શ્રદ્ધાળુઓ ડરનો માહોલ પણ રહી શકે છે.
જમ્મુ અને કાશ્મીરમાં અમરનાથ મંદિર હિંદુઓ માટે સૌથી પવિત્ર મંદિર પૈકી એક છે. નવમી ઓગસ્ટથી શરુ થનારી યાત્રાને શાંતિપૂર્ણ અને વિના કોઈ અવરોધ પૂરી કરવા માટે સરકાર અને કેન્દ્ર શાસિત પ્રદેશની સુરક્ષા એજન્સીની પ્રાથમિકતા રહેશે. ગયા અઠવાડિયા દરમિયાન જમ્મુ કાશ્મીરના એલજી મનોજ સિંહાએ સુરક્ષા સમીક્ષા માટે એક મહત્ત્વની બેઠક યોજવામાં આવી હતી.
આ અગાઉ ગૃહ મંત્રાલયે એક પત્ર જારી કર્યો હતો, જેમાં જમ્મુ કાશ્મીર સરકારના ચીફ સેક્રેટરી, ગૃહ વિભાગના ચીફ સેક્રેટરી અને ડીજીપીએ કહ્યું હતું કે અમરનાથ યાત્રા વખતે સીએપીએફની ૧૫૬ કંપનીને તહેનાત કરવામાં આવશે. એટલું જ નહીં, સીઆરપીએફની ૯૧ કંપની, એસએસબીની ૩૦ કંપની, સીઆઈએસએફની ૧૫ કંપની, બીએસએફની ૧૩ કંપની અને આઈટીબીપીની સાત કંપનીને તહેનાત રહેશે.
ગૃહ મંત્રાલયના એક મેસેજમાં જણાવ્યું છે કે અમરનાથ યાત્રા ૨૦૨૫ સુરક્ષા વ્યવસ્થા માટે સૌથી પહેલા જમ્મુ કાશ્મીરમાં શોર્ટ ટર્મ બેસિસ પર છે. એક સીએપીએફ કંપનીમાં લગભગ ૭૦-૮૦ જવાન હોય છે. આ મુદ્દે આગળ સરકારે સ્પષ્ટ કર્યું છે ૪૨૫ સીએપીએફ કંપની સિક્યોરિટી માટે દસ જૂન સુધી જમ્મુ કાશ્મીર માટે હાજર થઈ જશે.
ગૃહ મંત્રાલયે જણાવ્યું છે કે સીએપીએફની તમામ ૫૮૧ કંપની અમરનાથ યાત્રા પૂરી થશે ત્યાં સુધી તહેનાત રહેશે, જ્યારે યાત્રા પૂરી થયા પછી સીએપીએફની ૫૮૧ કંપનીને હટાવવામાં આવશે. જમ્મુ કાશ્મીરના એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આ કંપનીનો ઉપયોગ અમરનાથના રસ્તાથી લઈને ગુફા સ્થિત મંદિર, રસ્તાઓ, એરિયા ડોમેનિશન અને અન્ય સિક્યોરિટી માટે કરવામાં આવશે. અમરનાથ શ્રાઈન બોર્ડના જણાવ્યાનુસાર આ વર્ષે યાત્રા ત્રીજી જુલાઈથી નવમી ઓગસ્ટ સુધી ચાલુ રહેશે, જ્યારે પ્રવાસીઓ ઓનલાઈન પણ રજિસ્ટ્રેશન કરાવી શકે છે.
