ટ્રમ્પે ગાઝા યુદ્ધ અટકાવ્યું?

ઇઝરાયેલના સતત હુમલાને કારણે હાલ ગાઝામાં સિવિલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સંપૂર્ણપણે નાશ પામ્યું છે. યુનાઈટેડ નેશન્સ અને અન્ય આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ તરફથી યુદ્ધગ્રસ્ત લોકો માટે મોકલવામાં આવેલી માનવીય સહાયને પણ ઈઝરાયેલે બે મહિનાથી બોર્ડર પર રોકી રાખી છે, જેને કારણે ગાઝામાં આ સદીની સૌથી ભયંકર માનવીય ત્રાસદી પેદા થઇ છે. હજારો લોકો ભૂખમારાને કારણે મોતને ભેટે તેવી શક્યતા છે. એવામાં અમેરિકા ઇઝરાયેલ અને હમાસ વચ્ચે મધ્યસ્થી કરાવવા પ્રયત્ન કરી રહ્યું છે. વ્હાઇટ હાઉસે જાહેરાત કરી હતી કે ઇઝરાયેલે યુદ્ધવિરામ માટે તૈયાર છે, પરંતુ હજુ હમાસ તરફથી સ્પષ્ટ જવાબ મળ્યો નથી.

Israel agrees to US proposal for temporary ceasefire, Hamas considering: White  House - Times of India

ગુરુવારે (સ્થાનિક સમય મુજબ) વ્હાઇટ હાઉસે જાહેરાત કરી હતી કે નવા યુદ્ધવિરામ પ્રસ્તાવ પર ઈઝરાયેલે હસ્તાક્ષર કરી દીધા છે, જ્યારે હમસે જણાવ્યું કે હાલમાં તેઓ આ પ્રસ્તાવનો અભ્યાસ કરી રહ્યા છે. જો કે ઇઝરાયલી સરકારે જાહેરમાં પુષ્ટિ આપી નથી કે તેણે પ્રસ્તાવને મંજૂરી આપી છે.

White House says Israel is backing U.S. ceasefire plan for Gaza

અહેવાલ મુજબ વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લીવિટે જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને અમેરિકાના રાજદૂત સ્ટીવ વિટકોફે હમાસને યુદ્ધવિરામનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો જેને ઇઝરાયલે સમર્થન આપ્યું હતું. તેમણે વધુમાં કહ્યું કે હમાસ સાથે ચર્ચા ચાલી રહી છે.

Israel Hamas, Israel Palestine Conflict

હમાસનું વલણ:

Israel: Israel-Palestine War Day 2: Israeli soldiers battle Hamas - Times  of India

હમાસના પોલિટીકલ બ્યુરોના સભ્ય બાસેમ નઈમે એક ન્યુઝ એજન્સીને જણાવ્યું હતું કે આ પ્રસ્તાવ અમારા લોકોની કોઈપણ માંગણીને પૂર્ણ કરતો નથી, જેમાં સૌથી મોટી માંગ યુદ્ધ બંધ કરવાની છે. તેમ છતાં, ચળવળનું નેતૃત્વ રાષ્ટ્રીય જવાબદારી સાથે પ્રસ્તાવનો અભ્યાસ કરી રહ્યું છે.

નવા પ્રસ્તાવની વિગતો જાહેર કરવામાં આવી નથી, પરંતુ હમાસના વરિષ્ઠ અધિકારી સામી અબુ ઝુહરીએ ન્યુઝ એજન્સીને જણાવ્યું હતું કે, મહત્વપૂર્ણ વાત એ છે કે પ્રસ્તાવમાં ઇઝરાયલ તરફથી ગાઝા પરના યુદ્ધનો અંત લાવવા, એન્ક્લેવમાંથી ઇઝરાયલી સૈનિકો પાછા ખેંચવા અથવા યુદ્ધગ્રસ્ત પ્રદેશમાં મુક્તપણે સહાય પ્રવેશવાની મંજૂરી આપવાની પ્રતિબદ્ધતાઓ શામેલ નથી.

પેલેસ્ટિનિયન જૂથના એક અધિકારીએ એક આંતરરાષ્ટ્રીય મીડિયા સંસ્થાને જણાવ્યું કે હાલના યુદ્ધ વિરામ પ્રસ્તાવને કારણે ગાઝામાં ફક્ત હત્યા અને ભૂખમરો ચાલુ રહેશે.

સહાય લેવા આવેલા લોકો પર ઇઝરાયેલનો નિર્દયી હુમલો:

Netanyahu says 'ready to implement' Israel's ceasefire pact with Lebanon |  World News - Hindustan Times

ઇઝરાયલની બે મહિનાની નાકાબંધી આંશિક રીતે ખોલવામાં આવી છે. ગાઝામાં હવે ધીમે ધીમે સહાય પહોંચડવામાં આવી છે, પરંતુ હિંસા ચાલુ છે. ગાઝાના નાગરિક સંરક્ષણે ગુરુવારે જાણ કરી હતી કે ઇઝરાયલી હુમલાઓમાં ૫૪ લોકોના મોતની થયા હતાં, જેમાં અલ-બુરેઇજમાં એક ઘર પર થયેલા હુમલામાં ૨૩ લોકો માર્યા ગયા હતા. યુએસના સહાય કેન્દ્ર નજીક થયેલા એક હુમલાના બે લોકોનો માર્યા ગયા હતાં, યુએન અને યુરોપિયન યુનિયને આ હુમલાની ટીકા કરી છે.

Gaza before and after: the images of destruction since October 7

ઇઝરાયેલના હુમલાનેકારણે છેલ્લા ૧૯ મહિનામાં ગાઝામાં ૫૪,૦૦૦ વધુ લોકો માર્યા ગયા છે, જેમાંથી મોટાભાગના લોકો સામાન્ય નાગરિકો હતાં. મૃતકોમાં આશરે ૫૦ % બાળકો છે..

13 July 2024 al-Mawasi attack - Wikipedia

ઇઝરાયેલી સૈનિકો ઉત્તર ગાઝામાં કાર્યરત હાલતમાં રહેલી એક માટે હોસ્પિટલને બળજબરીથી ખાલી કરાવી રહ્યા છે તેવા અહેવાલો છે. જેને કારણે હવે ગાઝામાં તબીબી સુવિધાઓ લગભાગ સંપૂર્ણ પડી ભાંગી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *