બલુચિસ્તાને સુરાબ શહેર પર કબજો

હાલ પાકિસ્તાન ત્રણ મોરચે હુમલાઓનો સામનો કરી રહ્યું છે. એક તરફ તે ભારત અને અફઘાનિસ્તાનથી હારનો સામનો કરી રહ્યું છે, તો બીજી તરફ બલુચિસ્તાન આર્મીના બળવાનો સામનો કરી રહ્યું છે. આ દરમિયાન, એવા સમાચાર છે કે પાકિસ્તાને તેનું એક શહેર ગુમાવ્યું છે. બીએલએ એ સુરાબ શહેરનો કબજો મેળવી લીધો છે.

पाकिस्तान की गर्दन मरोड़ रही बलूचिस्तान लिबरेशन आर्मी! सुराब शहर पर लड़ाकों  ने किया कब्जा - Balochistan Liberation Army Fighters claim to captured the  city of Surab in Pakistan ...

બલુચિસ્તાન પોસ્ટે અહેવાલ આપ્યો છે કે સ્થાનિક સૂત્રો અને પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, સેંકડો સશસ્ત્ર લડવૈયાઓએ સુરાબ પર હુમલો કર્યો અને પોલીસ સ્ટેશન, બેન્ક અને અનેક સરકારી કચેરીઓ પર કબજો કર્યો. તેમણે અહીં હાજર સુરક્ષા કર્મચારીઓ પાસેથી હથિયારો છીનવી લીધા. આ સાથે, એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે સશસ્ત્ર બલુચ લડવૈયાઓએ ઘણા અધિકારીઓને પણ પોતાની કસ્ટડીમાં લીધા છે.

બલૂચ લિબરેશન આર્મીએ પાકિસ્તાનના સુરાબ શહેર પર કબજો કર્યાનો દાવો,  સુરક્ષાકર્મીઓ લાચાર! | baloch liberation army captures surab balochistan  pakistan - Gujarat Samachar

તેમજ હુમલા દરમિયાન, બલૂચ લડવૈયાઓએ ઘણા સરકારી વાહનોને આગ ચાંપી દીધી છે. આ સાથે, તેમણે ક્વેટા-કરાચી રાષ્ટ્રીય ધોરીમાર્ગ અને સુરાબ-ગિદ્દર સહિતના મુખ્ય રસ્તાઓ પર પોતાનો કબજો જમાવી લીધો છે. આ કારણે, આ સ્થળનો લોકોથી સંપર્ક કપાઈ ગયો છે.

Image

તાજેતરના વર્ષોમાં, બલુચિસ્તાનમાં આવા હુમલાઓમાં વધારો થયો છે. બલુચિસ્તાનને પાકિસ્તાનથી અલગ સ્વતંત્ર રાષ્ટ્ર જાહેર કરવા માટે બલુચિસ્તાન સ્વતંત્રતા ચળવળની પકડ મજબૂત થઈ રહી છે. આ પરિસ્થિતિ દર્શાવે છે કે બલુચિસ્તાનમાં પાકિસ્તાનની રણનીતિ અસરકારક સાબિત થઈ રહી નથી. તેનાથી વિપરીત, સ્વતંત્રતા ચળવળ વધુ સક્રિય બની છે. તાજેતરમાં, બીએલએ એ બલુચિસ્તાનમાં આવા ઘણા હુમલા કર્યા છે જેમાં ફક્ત પાકિસ્તાની સેનાને જ નિશાન બનાવવામાં આવી છે.

Image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *