પહલગામ આતંકી હુમલા બાદ ભારતે ઓપરેશન સિંદુર હેઠળ પાકિસ્તાન પર મિસાઇલ હુમલો કર્યો હતો. ભારતે આતંકવાદી માળખાને નિશાન બનાવ્યાં હતા. ઓપરેશન સિંદુર બાદ પાકિસ્તાન બાબતે અનેક ખુલાસા થયા છે. ત્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ વિદેશ મંત્રી સલમાન ખુર્શીદે સિઝફાયર બાબતે ખુલાસો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે ઓપરેશન સિંદૂર દરમિયાન, ભારતે નહીં પણ પાકિસ્તાને પ્રથમ સંપર્ક કર્યો હતો અને યુદ્ધવિરામની રજૂઆત કરી હતી.

પાકિસ્તાનના DGMOએ ભારતના DGMને ફોન કરીને યુદ્ધવિરામની માંગણી કરી
તેમણે આ અંગે ચાલી રહેલી અન્ય વાતચીતોને સંપૂર્ણ બકવાસ ગણાવી હતી અને નકારી કાઢી હતી. ઇન્ડોનેશિયાની રાજધાની જકાર્તામાં પત્રકારો સાથે વાત કરતા ખુર્શીદે સ્પષ્ટતા કરી હતી કે પાકિસ્તાનના DGMOએ ભારતના DGMને ફોન કરીને યુદ્ધવિરામની માંગણી કરી હતી અને ત્યારબાદ ભારતે બદલો લેવાનું બંધ કરવાનો નિર્ણય લીધો હતો.
દિલ્હીમાં મીડિયા સાથે વાત કરતી વખતે સલમાન ખુર્શીદે સ્પષ્ટ કહ્યું પાકિસ્તાને વાતચીત શરૂ કરી અને ભારતે પરિપક્વતા બતાવી અને વાતચીતને પ્રાથમિકતા આપી. ફોન આવ્યો ત્યાં સુધીમાં પાકિસ્તાનને ભારે નુકસાન થયું હતું. તેમણે વધુમાં કહ્યું કે પાકિસ્તાનમાં ન તો નાગરિક સરકારનું નિયંત્રણ છે, ન તો સૈન્ય એક થયું છે. સૈન્યમાં ઘણા જૂથો છે જે સત્તા માટે એકબીજા સાથે લડી રહ્યા છે.

‘યુદ્ધવિરામ પછી પણ ગોળીબાર ચાલુ રહ્યો’
ખુર્શીદે કહ્યું કે જ્યારે પાકિસ્તાને યુદ્ધવિરામની રજૂઆત ત્યારે ભારતે તરત જ ગોળીબાર બંધ કરી દીધો. પરંતુ તેમ છતાં, LOC પર 3 થી 4 કલાક સુધી ગોળીબાર ચાલુ રહ્યો. તેમણે કહ્યું- “યુદ્ધવિરામનો ફરીથી ભંગ કરવામાં આવ્યો, જેનાથી સ્પષ્ટ થયું કે પાકિસ્તાનમાં કોઈનું નિયંત્રણ નથી.”

પાકિસ્તાનની વાસ્તવિક પરિસ્થિતિ પર પ્રશ્નો
ભૂતપૂર્વ વિદેશ મંત્રીએ કહ્યું કે પાકિસ્તાનની નાગરિક સરકારનો કોઈ નિયંત્રણ નથી. “સેનામાં પણ એવા જૂથો છે જે સત્તા માટે એકબીજા સાથે સ્પર્ધા કરી રહ્યા છે,” તેમણે કહ્યું. આવી સ્થિતિમાં, ત્યાંની નીતિ કે શાંતિની અપીલ પર વિશ્વાસ કરવો મુશ્કેલ બની ગયો છે.

ભારતને કોઈ ગેરમાર્ગે દોરી શકે નહીં
ખુર્શીદે કહ્યું કે ભારત હવે મહાસત્તા બનવાના માર્ગ પર છે અને કોઈ તેને આ માર્ગ પરથી હટાવી શકશે નહીં. તેમણે કહ્યું, “ભારતને ગેરમાર્ગે દોરી શકે નહીં. એ મહત્વનું છે કે આપણે દુનિયાને આપણી તાકાત બતાવીએ.” તેમણે પાકિસ્તાનને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ભારતની એકમાત્ર અને કાયમી માંગ એ છે કે તેણે આતંકવાદનો ત્યાગ કરવો જોઈએ.