ગુજરાતમાં સમયસર થશે ચોમાસાની એન્ટ્રી

ગુજરાતભરમાં છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે આગામી ૬ જૂન સુધી સૌરાષ્ટ્ર, દક્ષિણ, ઉત્તર અને મધ્ય ગુજરાતના ૧૭ થી વધુ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. બીજી તરફ, આ વખતે ગુજરાતમાં સમયસર ચોમાસુ આવવાના એંધાણ છે. હવામાન વિભાગ મુજબ, દક્ષિણ ભારતમાં સર્જાયેલી સિસ્ટમને કારણે આગામી ૧૫ જૂન સુધી હળવો વરસાદ અને ત્યારબાદ ગાજવીજ સાથે હળવાથી ભારે વરસાદની શક્યતા છે. જ્યારે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે વધુ વરસાદ થવાની સંભાવના છે.

Gujarat weather to remain unchanged, Naliya freezes at 4.2°C ...

હવામાન વિભાગની આગાહી મુજબ, ગુજરાતમાં સમયસર ચોમાસુ બેસવાનું છે, ત્યારે ૧૫ જૂન સુધી હળવા વરસાદ બાદ કડાકા-ભડાકા સાથે સારો એવો વરસાદ થવાની શક્યતા છે. જ્યારે જૂન મહિનાનું સરેરાશ મહત્તમ તાપમાન ૩૭.૫ ડિગ્રી રહી શકે છે. ડિસ્કાયમેટ મુજબ વાત કરીએ તો, જુલાઈ અને ઑગસ્ટ મહિનામાં ગુજરાતમાં સૌથી વધુ વરસાદ પડે છે. 

70+ Free Rain & Weather animated GIFs and Stickers - Pixabay

૨૭ મેના રોજથી કેરળમાં ચોમાસાએ વિધિવત રીતે આગામન કરી લીધી હતું, જે સામાન્ય કરતાં ૫ દિવસ વહેલું હોવાનું જણાય છે. રાજ્યમાં આઘામી ૧૨ જૂનની અંદરમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ચોમાસાનું આગમન થવાનું અનુમાન છે. આ પછી ૨૦ થી ૨૫ જૂનમાં અમદાવાદ સહિતના આસપાસના વિસ્તારોમાં અને ૩૦ જૂન સુધીમાં તો સમગ્ર ગુજરાતભરમાં ચોમાસુ બેસવાની શક્યતા છે.

ગુજરાતમાં સમયસર થશે ચોમાસાની એન્ટ્રી, આ તારીખ પછી કડાકા-ભડાકા સાથે વરસાદની આગાહી 1 - image

હવામાન વિભાગ મુજબ વરસાદની આગાહી

rain-gif - Five Points - A Journal of Literature and Art

૦૧ જૂન: બોટાદ, અમરેલી, ભાવનગર, મહીસાગર, દાહોદ, છોટા ઉદેપુર, સુરત, તાપી, નર્મદા, નવસારી, ડાંગ, વલસાડના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

૦૨-૦૫ જૂન: સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, નર્મદા, સુરત, ભરૂચ, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથના હળવાથી મધ્યમ વરસાદની શક્યતા.

૦૬ જૂન: ગીર સોમનાથ, ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *