જાણો ૦૧/૦૬/૨૦૨૫ રવિવાર નું પંચાંગ અને રાશિ ભવિષ્ય

આજનુ પંચાંગ 

Weekly almanac, this week the leap month will begin and the Sun will change the zodiac; 3 auspicious moments for shopping and starting a new job | હિંદુ કેલેન્ડર: સાપ્તિહિક પંચાંગ, આ

તિથી  ષષ્ટિ (છઠ્ઠ)  08:02 PM
નક્ષત્ર  આશ્લેષા  09:37 PM
કરણ :
           કૌલવ  08:03 AM
           તૈતુલ  08:03 AM
પક્ષ  શુક્લ  
યોગ  ધ્રુવ  09:11 AM
દિવસ  રવિવાર  
સૂર્ય અને ચંદ્ર ગણતરીઓ    
સૂર્યોદય  05:23 AM  
ચંદ્રોદય  10:26 AM  
ચંદ્ર રાશિ  કર્ક  
સૂર્યાસ્ત  07:14 PM  
ચંદ્રાસ્ત  +00:07 AM  
ઋતું  ગ્રીષ્મ  
હિન્દૂ માસ અને વર્ષ  
શકે સંવત  1947  વિશ્વાવસુ
કલિ સંવત  5127  
દિન અવધિ  01:50 PM  
વિક્રમ સંવત  2082  
અમાન્ત મહિનો  જયેષ્ઠ (જેઠ)  

પૌર્ણિમાન્ત મહિનો  જયેષ્ઠ (જેઠ)  
શુભ/ અશુભ સમય  
શુભ સમય    
અભિજિત  11:51:16 – 12:46:38
અશુભ સમય    
દુષ્ટ મુહૂર્ત  05:23 PM – 06:18 PM
કંટક/ મૃત્યુ  10:00 AM – 10:55 AM
યમઘંટ  01:42 PM – 02:37 PM
રાહુ કાળ  05:30 PM – 07:14 PM
કુલિકા  05:23 PM – 06:18 PM
કાલવેલા  11:51 AM – 12:46 PM
યમગંડ  12:18 PM – 02:02 PM
ગુલિક કાળ  03:46 PM – 05:30 PM
દિશાશૂળ  
દિશાશૂળ  પશ્ચિમ   
ચંદ્રબળ અને તારાબળ    
તારા બળ 
અશ્વિની, ભરણી, રોહિણી, આર્દ્રા, પુષ્ય, આશ્લેષા, માઘ, પૂર્વ ફાલ્ગુની, હસ્ત, સ્વાતિ, અનુરાધા, જ્યેષ્ઠા, મૂળ, પૂર્વાષાઢા, શ્રાવણ, શતભિષ, ઉત્તરભાદ્રપદ, રેવતી  
ચંદ્ર બળ 
વૃષભ, કર્ક, કન્યા, તુલા, મકર, કુંભ  

આજ નું રાશિફળ

Animated Round Frame with Zodiac Sign. Black and White Horoscope Symbol. | Black and white gif, Zodiac, Zodiac signs

કર્ક રાશિના જાતકોને આથે થઈ શકે છે આર્થિક લાભ

Read Daily, Weekly, Monthly Horoscope | Rashifal Adda

મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ અનુભવોથી ભરપૂર રહેશે. જીવનસાથી તરફથી આજે કોઈ સરપ્રાઈઝ ગિફ્ટ મળી શકે છે. બિઝનેસમાં પણ કંઈક નવું કરવાનું પ્લાનિંગ કરશો અને એમાં સફળતા મળશે. નોકરી શોધી રહેલાં લોકોને આજે તેમના પ્રયાસોમાં સફળતા મળી રહી છે. કામના સ્થળે કમારા કામની પ્રશંસા કરવામાં આવશે. આજે તમારે તમારા વિરોધીઓની વાતમાં આવવાનું ટાળવું પડશે.

વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ મહેનત અને સતર્ક રહીને કામ કરવાનો રહેશે. કામના સ્થળે તમને નવી નવી જવાબદારીઓ સોંપવામાં આવી શકે છે, અને તમારે એના માટે પ્લાનિંગ કરવું પડી શકે છે. ઘરથી દૂર રહેતાં કેટલાક સંબંધી તરફથી આજે નિરાશાજનક માહિતી મળશે. વરિષ્ઠ અધિકારીઓની વાતને વણસાંભળી કરવાથી આજે તમને નુકસાન થશે. સંતાન પાસેથી કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. ભૂતકાળની કોઈ ભૂલ આજે તમારા માટે માથાનો દુઃખાવો સાબિત થશે.

મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ પડકારજનક રહેવાનો છે. તમે તમારા મન પ્રમાણે કામ કરતાં હશો તો આજે તમને એને કારણે મુશ્કેલીનો સામનો પણ કરવો પડશે. આજે કોઈ પણ વાહનના ઉપયોગ સમયે તમારે ખૂબ જ કાળજી રાખવી પડશે, નહીં તો અકસ્માત વગેરે થઈ શકે છે. સ્વાસ્થ્ય સંબંધિત કોઈ સમસ્યા સતાવી શકે છે. ખર્ચા પર નિયંત્રણ રાખવાની જરૂર છે, નહીં તો મુશ્કેલી થઈ શકે છે. સંતાનની સોબત પર ખાસ નજર રાખો.

કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ માન-સન્માનમાં વૃદ્ધિ લઈને આવશે. વેપારમાં પણ આજે તમને લાભ થઈ રહ્યો છે. કોઈ સામાજિક કે પારિવારિક જવાબદારીઓ સફળતાપૂર્વક પૂરી કરશો. દાંપત્યજીવનમાં મધુરતા જળવાઈ રહી છે. સંતાન તરફથી પણ કોઈ સંતોષજનક સમાચાર મળી રહ્યો છે. પરિવારમાં કોઈની વાત આજે તમને ખરાબ લાગી શકે છે. શબ્દોની પસંદગી ખૂબ જ સમજી વિચારીને કરો. મિત્રો સાથે સમય પસાર કરશો.

આ રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્રફળદાયી રહેશે. કામનો ભાર વધવાથી તમને આજે થાક અનુભવાશે. સમાજસેવા સાથે સંકળાયેલા લોકોને આજે તેમની મહેનતનું ફળ મળી રહ્યું છે. સંતાનને અભ્યાસ વગેરેમાં મદદ કરી સકો છો. આજે તમારા તમામ કામ પ્લાનિંગ પ્રમાણે કરો, નહીં તો તમારા માટે મુશ્કેલી ઊભી થઈ શકે છે. વેપારમાં તમારી સાથે છેતરપિંડી થવાની શક્યતા છે, અને એમાં પણ ખાસ કરીને તમે જ્યારે પાર્ટનરશિપમાં કામ કરી રહ્યા હોવ ત્યારે.

કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ પ્રગતિના નવા નવા દ્વાર ખોલી રહ્યો છે. ભાઈ-બહેનનો સંપૂર્ણ સાથ-સહકાર મળી રહ્યો છે. આજે તમારી મનમાનીની આદત તમારા માટે મુશ્કેલીનું કારણ બની શકે છે. પિતા સાથે કોઈ મુદ્દે મતભેદ થઈ શકે છે. પરંતુ તમારે તમારું વર્તન જાળવી રાખવું પડશે. માતા-પિતાના આશિર્વાદથી આજે તમારા અટવાયેલા પૈસા પાછા મળી શકે છે. આજે ઉધાર લેવાથી બચો. નવી નોકરી શોધી રહેલાં લોકોને તેમના પ્રયાસોમાં સફળતા મળશે.

આ રાશિના જાતકો માટે આજનો દિવસ તાણથી ભરપૂર રહેશે. સમાજસેવા સાથે સંકળાયેલા લોકો આજે કોઈ જરૂરિયાતમંદની મદદ માટે આગળ આવી શકે છે. સરકારી યોજનામાં રોકાણ કરશો અને ભવિષ્યમાં એનાથી તમને પારાવાર લાભ થઈ રહ્યો છે. નોકરી કરી રહેલાં લોકોને કોઈ મોટી જવાબદારીઓ સોંપવામાં આવશે. રાજકારણ સાથે સંકળાયેલા લોકો માટે આજનો દિવસ સારો રહેશે.

વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ સકારાત્મક પરિણામ લઈને આવશે. આજે કેટલાક લોકો સાથે મુલાકાત થવાના યોગ બની રહ્યા છે. ભવિષ્યમાં તમને આ મુલાકાતથી લાભ થશે. સંતાન તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. રોકાણ કરવાની બાબતમાં આજે ઉતાવળમાં નિર્ણય લેવાનું ટાળો. જૂના મિત્ર સાથે મુલાકાત થતાં તમારી ખુશીનો પાર નહીં રહે. ઘરના રિનોવેશન સંબંધિત કોઈ કામ શરૂ કરશો.

ધન રાશિના જાતકો માટે આજનો દિવસ માન-સન્માનમાં વૃદ્ધિ લઈને આવી રહ્યો છે. આજે કોઈ જૂના કેસનો નિકાલ આવી શકે છે. અતિતની કોઈ ભૂલથી આજે તમારે બોધપાઠ લેવો પડશે. વિનાકારણના ખર્ચા પર તમારે નિયંત્રણ રાખવું પડશે. આસપાસના લોકોથી આજે તમારે સુરક્ષિત અંતર જાળવીને રાખવું પડશે. વિદેશ જઈને અભ્યાસ કરવા ઈચ્છતાં વિદ્યાર્થીઓની ઈચ્છા પૂરી થશે અને તેમને કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે.

આજનો દિવસ મકર રાશિના જાતકો માટે પોતાની યોજનાઓને સાકાર કરવાનો દિવસ છે. નવી યોજનામાં પૈસા રોકાણ કરવાની સારી તક મળશે. કોઈપણ નવું કાર્ય શરૂ કરતા પહેલા કાળજીપૂર્વક વિચારો. જો તમે કોઈ મિલકતનો સોદો કરવા જઈ રહ્યા છો, તો તેના બધા પાસાઓ કાળજીપૂર્વક તપાસો. માતાના સ્વાસ્થ્યમાં થોડો બગાડ થઈ શકે છે, સાવચેત રહો. ઘરમાં કોઈ નવું ઇલેક્ટ્રોનિક ઉપકરણ આવી શકે છે. કોઈપણ વિરોધીના પ્રભાવમાં આવીને નિર્ણય લેવાનું ટાળો.

આજનો દિવસ મિશ્ર પરિણામોનો રહેશે. હાલ પૂરતું શેરબજાર કે મોટા નાણાકીય રોકાણોથી દૂર રહેવું વધુ સારું રહેશે, નહીં તો તમને નુકસાન થઈ શકે છે. પારિવારિક જીવન સામાન્ય અને ખુશ રહેશે. હવામાનમાં ફેરફાર તમારા સ્વાસ્થ્યને અસર કરી શકે છે. બિનજરૂરી ખર્ચાઓને કારણે તમને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે, તેથી તમારા ખર્ચમાં ઘટાડો કરો. કોઈ અજાણ્યા વ્યક્તિની વાતોથી પ્રભાવિત ન થાઓ, નહીં તો તમે છેતરાઈ શકો છો. આજે તમને જૂના વ્યવહારો પતાવટ કરવાની તક મળી શકે છે.

મીન રાશિના જાતકો માટે એકંદરે દિવસ સુખદ રહેશે, પરંતુ નાણાકીય દ્રષ્ટિએ નબળો રહી શકે છે. ટૂંકી યાત્રા થવાની શક્યતા છે, પરંતુ વાહનનો ઉપયોગ સાવધાનીપૂર્વક કરો. ધંધામાં શત્રુઓથી સાવધાન રહો, કારણ કે નુકસાન થવાની શક્યતા છે. પરિવારના કોઈ સભ્ય તરફથી તમને નિરાશાજનક સમાચાર મળી શકે છે. તમને તમારા કામમાં કેટલાક ફેરફારો કરવાની જરૂર લાગશે, જેનાથી ભવિષ્યમાં લાભ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *