આ ફળોને ભૂલીને પણ ફ્રિજમાં ના રાખો

મોટાભાગના લોકો બજારમાંથી ફળો લાવે છે અને તેને લાંબા સમય સુધી સ્ટોર કરવા માટે ફ્રિજમાં રાખે છે. પરંતુ આમ કરવાથી ફળના પૌષ્ટિક તત્વો ખતમ થઈ શકે છે.

આ ફળોને ભૂલીને પણ ફ્રિજમાં ના રાખો, સ્વાસ્થ્ય પર પડી શકે છે ખરાબ અસર

ફળો સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. પરંતુ ખોટી રીતે ખાવામાં આવેલા કે સ્ટોર કરેલા ફળ તમારા સ્વાસ્થ્ય માટે ખતરનાક સાબિત થઈ શકે છે. આજકાલ મોટાભાગના લોકો બજારમાંથી ફળો લાવે છે અને તેને લાંબા સમય સુધી સ્ટોર કરવા માટે ફ્રિજમાં રાખે છે. પરંતુ આમ કરવાથી ફળના પૌષ્ટિક તત્વો ખતમ થઈ શકે છે. એટલું જ નહીં, પરંતુ તેમની ગુણવત્તા પર નકારાત્મક અસર પડી શકે છે.

Fridge Organization 101: A Shelf by Shelf Guide | HowStuffWorks

આ સિવાય સ્વાદ પણ બેસ્વાદ થઇ શકે છે. જો તમે બીમાર થવાથી બચવા માંગો છો, તો તમારે કેટલાક ફળોને ફ્રિજમાં રાખવાના બદલે ઓરડાના તાપમાને સ્ટોર કરવા જોઈએ.

Food Poisoning: Is it safe to eat leftover food? When does it expire?

દાડમ

Pomegranate Stickers - Find & Share on GIPHY

દાડમ ફ્રિજમાં ન રાખવા જોઈએ. કારણ કે તેને ઠંડા તાપમાનમાં રાખવાથી દાડમના પોષક તત્વો નાશ પામવા લાગે છે. ભેજને કારણે તેની છાલ સડી શકે છે. દાડમના દાણાને જ્યારે લાંબા સમય સુધી ફ્રિજમાં રાખવામાં આવે છે ત્યારે તે કઠણ થઈ જાય છે. તેને ખાવાથી શરીરમાં ઘણી સમસ્યાઓ થઈ શકે છે.

કેળા

I Am A Banana Stickers - Find & Share on GIPHY

કેળાને ફ્રિજમાં રાખવાથી પેટમાં ગેસની સમસ્યા થઈ શકે છે. કારણ કે કેળાને જ્યારે ફ્રિજમાં રાખવામાં આવે છે ત્યારે તાપમાન ઠંડુ હોવાના કારણે પાકવાની પ્રક્રિયા ધીમી પડી જાય છે. ઠંડીના કારણે તેમાં હાજર સ્ટાર્ચ શુગરમાં ફેરવવા લાગે છે.

એવોકાડો

Avocado Avocados Sticker - Avocado Avocados Fruit - Discover & Share GIFs

આ ફળમાં અનેક પ્રકારના પૌષ્ટિક તત્વો હોય છે. પરંતુ આ ફળમાં ફેટી એસિડ વધારે હોય છે અને કોલેસ્ટ્રોલ ઓછું હોય છે. આવી સ્થિતિમાં જ્યારે તેને ફ્રિજમાં રાખવામાં આવે છે, ત્યારે તે અંદરથી ખરાબ થવા લાગે છે.

તરબૂચ

Watermelon Animated GIFs | Tenor

ઘણા લોકો તરબૂચનો અડધો ભાગ ખાધા પછી તેને ફ્રિજમાં રાખે છે. તરબૂચને ફ્રિજમાં રાખવાથી સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. કારણ કે તેમાં રહેલા એન્ટીઓક્સિડેન્ટ જેમ કે લાઇકોપીન અને બીટા કેરોટીનનું પ્રમાણ ઠંડકના કારણે ઘટવા લાગે છે.

અનાનસ

Pineapple Bill GIFs | Tenor

અનાનસને ફ્રિજમાં સ્ટોર કરવામાં આવે ત્યારે તે કડવું પણ બની શકે છે. તેથી તેને ઓરડાના તાપમાને રાખવું જોઈએ. દાડમને ફ્રિજમાં રાખવાથી તેની મીઠાશ ઓછી થઈ શકે છે. તેથી, ફળોને રેફ્રિજરેશનને બદલે ઓરડાના તાપમાને સંગ્રહિત કરવા જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *