ટૂંક સમયમાં વાહનોમાં વપરાતા સીએનજી અને રાંધણ ગેસ પીએનજી ના ભાવમાં ઘટાડો થઈ શકે છે. સરકારે બે વર્ષમાં પહેલી વાર સીએનજી અને પીએનજી ના ઉત્પાદનમાં વપરાતા નેચરલ ગેસના ભાવ ઘટાડ્યા છે. ક્રૂડ ઓઈલના સતત ઘટી રહેલા ભાવોને ધ્યાનમાં લેતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
પેટ્રોલિયમ મંત્રાલયના પેટ્રોલિયમ પ્લાનિંગ એન્ડ એનાલિસિસ સેલ (પીપીએસી) દ્વારા ઓએનજીસી ને ફાળવવામાં આવતાં જૂના ક્ષેત્રોમાંથી નેચરલ ગેસનો ભાવ $૬.૭૫ થી ઘટી $૬. ૪૧ પ્રતિ મિલિયન બ્રિટિશ થર્મલ યુનિટ (એમએમબીટીયુ) કરવામાં આવ્યો છે.
એપીએમ ના ભાવ માટે એક નવી ફોર્મ્યુલા લાગુ કરવામાં આવી છે. એપ્રિલ ૨૦૨૩ માં સરકારે નેચરલ ગેસના ભાવ માટે નવું ફોર્મ્યુલા લાગુ કર્યા પછી આ પહેલો ઘટાડો છે. જેથી ઇન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડ, મહાનગર ગેસ લિમિટેડ અને અદાણી ટોટલ ગેસ લિમિટેડ જેવા શહેરી ગેસ રિટેલર્સનો બોજો ઘટશે. ઉત્પાદન ખર્ચ વધુ પડતો હોવાથી આ કંપનીઓના માર્જિનમાં પ્રેશર જોવા મળતું હતું.