યુક્રેને રશિયાના બે મહત્ત્વના એરબેઝ- ઓલેન્યા અને બેલાયા પર હુમલો કર્યો છે. યુક્રેનની સેનાએ આ હુમલામાં ડ્રોનનો ઉપયોગ કર્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે, જે એરબેઝને નિશાન બનાવવામાં આવ્યા છે, તે રશિયા-યુક્રેન બોર્ડરથી ઘણા અંદર પડે છે. યુક્રેની મીડિયા રિપોર્ટ્સના અનુસાર, આ હુમલો યુક્રેની સેનાનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો હતો. યુક્રેને ખાસ કરીને તે બેઝને નિશાન બનાવ્યા છે, જેનો ઉપયોગ રશિયા તેના પર બોમ્બ વરસાવવા માટે કરી રહ્યું હતું.
યુક્રેન તરફથી કહેવામાં આવ્યું છે કે, રશિયામાં આવેલા કેટલાક એરબેઝ પર ડ્રોનથી હુમલા કર્યા છે, જેમાં ૪૦ થી વધુ રશિયાન બોમ્બર્સને ધ્વસ્ત કરી દેવાયા છે, જેનો ઉપયોગ રશિયા યુક્રેન પર બોમ્બ વરસાવવા માટે કરી રહ્યું હતું. યુક્રેનનું કહેવું છે કે, આ એ જ વિમાન છે જે યુક્રેન પર વારંવાર ઉડાન ભરે છે અને બોમ્બ ફેંકે છે.
યુક્રેનની સુરક્ષા સેવા (SBU)ના એક અધિકારીએ જણાવ્યું કે, તેના ડ્રોન રશિયન વિસ્તારમાં દૂર સુધી જઈને મોટા બોમ્બર્સ વિમાનો જેવા કે Tu-૯૫, Tu-૨૨ અને મોંઘા A-૫૦ જાસૂસી વિમાનને નુકસાન પહોંચાડવામાં સફળ રહ્યા.
SBUએ જણાવ્યું કે, હુમલો બેલાયા એરબેઝ પર થયો, જે રશિયામાં ઈર્કુત્સ્કના એક દૂરના વિસ્તારમાં આવેલું છે. આ સિવાય ઓલેન્યા એરબેઝ પર પણ આગ લાગવાના સમાચાર છે, પરંતુ તેની હજુ સુધી સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
આ વિમાન રશિયા માટે ખુબ મહત્ત્વના છે. જેમ કે Tu-૯૫ ૧૯૫૦ ના દાયકાનું જૂનું વિમાન છે, પરંતુ હજુ પણ આ કેટલાક ક્રૂઝ મિસાઈલ લઈ જવામાં સક્ષમ છે, જે દૂરના શહેરોને નિશાન બનાવી શકે છે. જેમાં જેટ એન્જિનની જગ્યાએ મોટા ફરતા પ્રોપેલર લાગેલા હોય છે, અને આ લાંબા અંતર સુધી જઈ શકે છે.
Tu-૨૨ એક હાઈ સ્પીડ વિમાન છે, જે ખાસ કરીને મિસાઈલ કેરી કરી શકે છે. આ વિમાનના હુમલા રોકવામાં યુક્રેન માટે આસાન નથી હોતા, જ્યાં સુધી તેઓ અમેરિકા કે યુરોપની અત્યાધુનિક સુરક્ષા સિસ્ટમનો ઉપયોગ ન કરે. A-૫૦ એક દુર્લભ અને મોંઘું જાસૂસી વિમાન છે. રશિયા પાસે લગભગ ૧૦ એવા વિમાન છે, જેની કિંમત લગભગ ૩૫૦ મિલિયન ડોલર પ્રતિ વિમાન છે.
Tu-૧૬૦ જે દુનિયાનું સૌથી મોટું બોમ્બમારો કરનારું વિમાન છે, 1980ના દાયકામાં બનાવવામાં આવ્યું હતું, પરંતુ આજે પણ રશિયાની વાયુસેનાનું સૌથી ખતરનાક વિમાન માનવામાં આવે છે. આ કેટલીક શક્તિશાળી મિસાઈળ લઈ જવામાં સક્ષમ છે. યુક્રેને કહ્યું કે, તેના પર હુમલો એટલા માટે કરવામાં આવ્યો, કારણ કે આ વિમાન લગભગ દરરોજ રાત્રે યુક્રેનના શહેરો પર બોમ્બમારો કરે છે. યુક્રેનને આશા છે કે મોટા પ્રમાણમાં થયેલા આ ડ્રોન હુમલાથી તેઓ બોમ્બમારો ઓછો કરી શકશે.
રશિયા કે અન્ય દેશો તરફથી હજુ આ હુમલાની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી, અને કેટલીક માહિતીઓ બદલાઈ પણ શકે છે, પરંતુ જો આ સાચું છે, તો આ યુક્રેનના રશિયાની વાયુ શક્તિ પર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો માનવામાં આવશે. યુક્રેને કહ્યું કે, તેમના ડ્રોન આગળ પણ ઉડતા રહેશે અને જવાબી કાર્યવાહી ચાલુ રાખશે.