સફેદ વાળ કુદરતી રીતે મૂળ માંથી કાળ કરવા માટે નેચરલ હેર તેલ બનાવવાની રીત આપી છે. રસોડામાં રહેલી ૩ વસ્તુમાંથી બનાવેલા આ હેર ઓઇલની કોઇ આડઅસર થતી નથી.
સફેદ વાળ એક સામાન્ય સમસ્યા બની ગઇ છે. આજકાલ નાના ઉંમરમાં જ લોકોના વાળ સફેદ થઇ જાય છે. બાળકો હોય કે વૃદ્ધ, મહિલા હોય કે પુરુષ, દરેક ઉંમરના લોકો આનાથી પરેશાન રહે છે. ઘણા લોકો પોતાના વાળ કાળા કરવા માટે હેર ડાયનો સહારો લે છે. જો કે આ કેમિકલ પ્રોડક્ટ્સ વાળ માટે નુકસાનકારક પણ બને છે. આવી સ્થિતિમાં, તમે તમારા સફેદ વાળ કુદરતી રીતે કાળા બનાવી શકો છો. આ માટે તમે સરસવના તેલમાં મીઠા લીમડા પાનનો ઉપયોગ કરી શકો છો.
સરસવનું તેલ વાળ માટે ફાયદાકારક છે?
હકીકતમાં સરસવના તેલમાં વિટામિન ઈ, ઓમેગા-૩ ફેટી એસિડ અને એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં હોય છે. આ તેલ વાળના મૂળને પોષણ આપે છે તેમજ ખોડો પણ ઘટાડે છે અને વાળને મજબૂત પણ બનાવે છે. તે વાળમાં લગાવવાથી માથાની ત્વચામાં બ્લડ સર્ક્યુલેશન વધે છે, જેનાથી વાળનો ગ્રોથ પણ સારો થાય છે. તે સફેદ વાળને સરળતાથી ઘાટા કરવામાં પણ મદદ કરે છે.
સરસવના તેલમાં કઢી પત્તાનો ઉપયોગ કેવી રીતે કરવો
સામગ્રીસરસવનું તેલ – ૧૦૦ ગ્રામમીઠો લીમડો – ૧૫ પાનમેથીના દાણા – ૨ ચમચી