ફેસબુક, લિંક્ડઈન બાદ ડેટા લીકની હરોળમાં હવે ક્લબહાઉસ એપ સામેલ થઈ છે. ઓડિયો ચેટિંગ એપ ક્લબહાઉસના 1.3 મિલિયન અર્થાત 13 લાખ યુઝર્સનો ડેટા લીક થયો છે. આ ડેટા ડાર્ક વેપ પર ઉપલબ્ધ છે.
આ ડિટેલ લીક થઈ
સાયબર ન્યૂઝના રિપોર્ટ પ્રમાણે આ ડેટા લીકમાં યુઝરના પ્રોફાઈલ નામ, યુઝર આઈડી, ફોટો url, ટ્વિટર હેન્ડલ, ફોલોઅર્સની સંખ્યા, અકાઉન્ટ ક્રિએશન ડેટ સહિતની ડિટેલ સામેલ છે. જોકે આ ડેટા લીકમાં ક્રેડિટ કે ડેબિટ કાર્ડ અને લીગલ ડોક્યુમેન્ટ્સ જેવો કોઈ સેન્સિટિવ ડેટા સામેલ નથી.
હેકર્સ ડેટાનો ઉપયોગ ફિશિંગ અટેક માટે કરી શકે છે
આ પ્રકારના ડેટાથી હેકર્સ ફિશિંગ અટેક કરી શકે છે. સાથે જ તેઓ યુઝરની પ્રોફાઈલ ચોરી કરી શકે છે.
આ રીતે અકાઉન્ટ સિક્યોર કરો
ડેટા લીક બાદ એક્સપર્ટ યુઝરને હેકર્સથી બચવા માટે સલાહ આપી રહ્યા છે. હેકર્સના ફિશિંગ અટેકથી બચવા માટે યુઝરે શંકાસ્પદ મેસેજથી બચીને રહેવું જોઈએ સાથે જ શંકાસ્પદ યુઝરની રિક્વેસ્ટ એક્સેપ્ટ ન કરવી જોઈએ. વધારે સિક્યોરિટી માટે યુઝર પાસવર્ડ રીસેટ કરી શકે છે. ટુ ફેક્ટર ઓથેન્ટિફિકેશનથી અકાઉન્ટને વધારે સિક્યોર રાખી શકાય છે.
થોડા દિવસ પહેલાં જ લિંક્ડઈન અને ફેસબુકના 50 કરોડથી વધારે યુઝર્સના ડેટા ડાર્ક વેબ પર લીક થયા હતા. લિંક્ડઈનના ડેટા લીકમાં પબ્લિકલી વ્યૂએબલ પ્રોફાઈલ ધરવતા યુઝરનો ડેટા સામેલ હતો. તો ફેસબુક ડેટા લીકમાં ફેસબુકના CEO માર્ક ઝકરબર્ગનો ડેટા પણ સામેલ હતો.
ક્લબહાઉસ એપ
ક્લબહાઉસ એપની ડિમાન્ડ એટલી વધારે છે કે ફેસબુક પણ તેના જેવી લાઈવ ઓડિયો ચેટ જેવી એપનાં લોન્ચિંગની તૈયારીમાં છે. રિપોર્ટ પ્રમાણે તેનું નામ હોટલાઈન છે. કંપની તેના પર ટેસ્ટિંગ કરી રહી છે. ક્લબહાઉસની પોપ્યુલારિટી એટલે વધારે છે કારણ કે આ એપ કોઈ પણ ઓડિયો કન્વર્ઝેશનને સ્ટોર કરતી નથી. તે લાઈવ ઓડિયો ચેટરૂમ છે. હાલ આ એપ માત્ર iOS યુઝર્સ માટે અવેલેબલ છે.