ડાયાબિટીસ ની સ્થિતિ બે પ્રકારની હોય છે. એક જ્યારે ઇન્સ્યુલિનનું પ્રોડકશન ઓછું થાય છે, તો બીજી જ્યારે ઇન્સ્યુલિનનું પ્રોડકશન વધુ પડતું હોય છે.
ડાયાબિટીસ આજે વિશ્વમાં સૌથી સામાન્ય રોગોમાંનો એક છે. ડાયાબિટીસ ઇન્સ્યુલિન બિનકાર્યક્ષમ થવાથી થયા છે. વિશ્વ આરોગ્ય સંગઠન તેને એક ક્રોનિક, મેટાબોલિક રોગ તરીકે વર્ણવે છે જે લોહીમાં ગ્લુકોઝ (અથવા બ્લડ સુગર) ના લેવલમાં વધારો દ્વારા વર્ગીકૃત થયેલ છે, જે સમય જતાં હૃદય, રક્તવાહિનીઓ, આંખો, કિડની અને ચેતાને ગંભીર નુકસાન પહોંચાડે છે.
ડાયાબિટીસ ની સ્થિતિ બે પ્રકારની હોય છે. એક જ્યારે ઇન્સ્યુલિનનું પ્રોડકશન ઓછું થાય છે, તો બીજી જ્યારે ઇન્સ્યુલિનનું પ્રોડકશન વધુ પડતું હોય છે.
ઇન્સ્યુલિન હોર્મોન શું છે?
ઇન્સ્યુલિન એક હોર્મોન છે જે બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવા માટે મહત્વપૂર્ણ અને આવશ્યક છે, અને તે ડાયાબિટીસના સંચાલનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જ્યારે કોઈ વ્યક્તિ ડાયાબિટીસથી પીડાય છે, ત્યારે તેનું શરીર કાં તો પૂરતું ઇન્સ્યુલિન ઉત્પન્ન કરતું નથી, જેને ટાઇપ ૧ ડાયાબિટીસ કહેવામાં આવે છે અથવા તેનો અસરકારક રીતે ઉપયોગ કરી શકતું નથી, જેને ટાઇપ ૨ ડાયાબિટીસ તરીકે ઓળખવામાં આવે છે જે શરીરમાં લોહીમાં શર્કરાનું પ્રમાણ વધારે છે.