બંગાળમાં ચૂંટણીનું ઘમસાણ ચાલી રહ્યું છે અને 4 ચરણનું મતદાન થઈ ચુક્યું છે. કુલ 8 ચરણમાં થઈ રહેલી ચૂંટણીની અડધી પ્રક્રિયા લગભગ પૂરી થઈ ગઈ છે અને હવે પાંચમા તબક્કાના મતદાન પહેલાનો ચૂંટણી પ્રચાર થઈ રહ્યો છે. પાંચમા તબક્કાના મતદાન પહેલા પણ સત્તાધારી દળ અને વિપક્ષ, બંનેમાંથી કોઈ ચૂંટણી પ્રચાર પહેલા કોઈ પ્રકારની ઢીલ રાખવાના મૂડમાં નથી.
ભારતીય જનતા પાર્ટી તરફથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્ર અમિત શાહ સોમવારે ચૂંટણી પ્રચારની કમાન સંભાળશે. વડાપ્રધાન મોદી સોમવારે બંગાળમાં બર્ધમાન, કલ્યાણી અને બારાસાત ખાતે કુલ 3 રેલીઓ કરશે. તે સિવાય ગૃહ મંત્રી અમિત શાહ કાલિમ્પોંગ ખાતે રોડ શો બાદ ધૂપગુડીમાં જનસભાને સંબોધિત કરશે.
ઉલ્લેખનીય છે કે, 2016ની વિધાનસભા ચૂંટણી પહેલા મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કાલિમ્પોંગને અલગ જિલ્લો બનાવી દીધું હતું. અલગ જિલ્લો બન્યું તે પહેલા કાલિમ્પોંગ દાર્જિલિંગ જિલ્લાનો જ ભાગ હતું.