પંજાબ પોલીસે પાકિસ્તાન સરહદને અડીને આવેલા તરનતારન જિલ્લામાંથી એક વ્યક્તિની પાકિસ્તાની ગુપ્તચર અધિકારી સાથે સૈન્ય ગતિવિધિઓ સંબંધિત સંવેદનશીલ માહિતી શેર કરવા બદલ ધરપકડ કરી છે.
પંજાબ પોલીસે પાકિસ્તાન સરહદને અડીને આવેલા તરનતારન જિલ્લામાંથી એક વ્યક્તિની પાકિસ્તાની ગુપ્તચર અધિકારી સાથે સૈન્ય ગતિવિધિઓ સંબંધિત સંવેદનશીલ માહિતી શેર કરવા બદલ ધરપકડ કરી છે. પંજાબ પોલીસે આ વ્યક્તિ પાસેથી એક મોબાઇલ ફોન જપ્ત કર્યો છે, જેમાં પાકિસ્તાની ગુપ્તચર અધિકારી સાથે શેર કરેલી માહિતી પણ છે.
પોલીસે જણાવ્યું હતું કે આરોપી આઈએસઆઈ ના સંપર્કમાં હતો અને તેને સંવેદનશીલ માહિતી આપવાના બદલામાં પૈસા પણ મળ્યા છે. પંજાબ પોલીસના ડીજીપી ગૌરવ યાદવે સમાચાર એજન્સી પીટીઆઈ ને જણાવ્યું હતું કે આરોપીની ઓળખ ગગનદીપ સિંહ ઉર્ફે ગગન તરીકે થઈ છે. તે તરનતારનના મોહલ્લા રોડુપુર, ગલી નજર સિંહ વાલીનો રહેવાસી છે. તરનતારન પોલીસ અને પોલીસની કાઉન્ટર ઇન્ટેલિજન્સ વિંગના સંયુક્ત ઓપરેશનમાં તેની ધરપકડ કરવામાં આવી છે.