પીઆઈબી ના ફેક્ટ ચેક મુજબ, ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ) એ ૫૦૦ રૂપિયાની નોટ બંધ કરવા અંગે કોઈ જાહેરાત, આદેશ કે નિર્દેશ જારી કર્યો નથી. આ નોટો પહેલાની જેમ કાયદેસર રહેશે અને ચલણમાં ચાલુ રહેશે.
છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર એક ચોંકાવનારો દાવો વાયરલ થઈ રહ્યો છે કે ૫૦૦ રૂપિયાની નોટ માર્ચ ૨૦૨૬ સુધીમાં ચલણમાંથી બહાર થઈ જશે. આ સમાચાર યુટ્યુબ ચેનલો પર ઝડપથી ફેલાઈ ગયા હતા, જેના કારણે સામાન્ય લોકોમાં ગભરાટ અને મૂંઝવણ ફેલાઈ હતી. જોકે આ અફવા પર સરકાર તરફથી સ્પષ્ટ જવાબ આવ્યો છે.
પીઆઈબી (પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરો) એ આ વાયરલ દાવાની તપાસ કરી અને કહ્યું કે તે સંપૂર્ણપણે ખોટો દાવો છે. પીઆઈબી ના ફેક્ટ ચેક મુજબ, ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ) એ ૫૦૦ રૂપિયાની નોટ બંધ કરવા અંગે કોઈ જાહેરાત નથી કરવામાં આવી, આદેશ કે નિર્દેશ જારી કર્યો નથી. આ નોટો પહેલાની જેમ કાયદેસર રહેશે અને ચલણમાં ચાલુ રહેશે.
પીઆઈબી એ નાગરિકોને સલાહ આપી છે કે આરબીઆઈ અથવા પીઆઈબી જેવા સત્તાવાર સ્ત્રોતો દ્વારા પુષ્ટિ ન થાય ત્યાં સુધી કોઈપણ સમાચાર પર આંધળો વિશ્વાસ ન કરવો. ખાસ કરીને સોશિયલ મીડિયા અથવા યુટ્યુબ વીડિયોઝમાં કહેવામાં આવેલી વાતોને તપાસ કર્યા વિના માનવું ખોટું છે.