ગુજરાતમાં આગામી ૧૪-૧૫ જૂન પછી વરસાદની પધરામણીની આગાહી

Gujarat weather to remain unchanged, Naliya freezes at 4.2°C ...

કેરળ અને મુંબઇ સુધી ચોમાસુ વહેલુ આવ્યા બાદ મુંબઇ થી ચોમાસુ આગળ ધપવાના બદલે ત્યાં અટકી જતા અને નવી કોઇ સિસ્ટમ નહીં બનતા સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતમાં ચોમાસા માટે પખવાડિયાની રાહ જોવી પડશે. આમ દક્ષિણ ગુજરાતમાં ૧૪-૧૫ જુન પછી વરસાદની પધરામણી થવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઇ છે. 

ગુજરાતમાં આગામી 14-15 જૂન પછી વરસાદની પધરામણીની આગાહી, કેરળથી નીકળી ચોમાસુ મુંબઇ આવીને અટક્યું 1 - image

હવામાન કચેરીના પ્રવકતાના જણાવ્યા મુજબ મંગળવારે સુરત શહેરનું અધિકતમ તાપમાન ૩૪.૨ ડિગ્રી, લધુતમ તાપમાન ૨૯ ડિગ્રી, હવામાં ભેજનું પ્રમાણ ૭૩ %, હવાનું દબાણ ૧૦૦૨.૦ મિલીબાર અને દક્ષિણ-પશ્રિમ દિશામાંથી કલાકના ૧૨ કિ.મીની ઝડપે પવન ફુંકાયા હતા. દરમ્યાન આજે દિવસના બપોરના સમયે પ્રતિ કલાક ૨૫ કિ.મી સુધીની ઝડપે પવન ફુંકાયા હતા. દરમ્યાન છેલ્લા ઘણા દિવસોથી વાદળો બંધાય છે અને કેટલાક વિસ્તારોમાં રાત્રીના કે દિવસના પૂરઝડપે પવન ફુંકાવાવની સાથે વરસાદનું જોરદાર ઝાપટુ પડે છે. પરંતુ રેગ્યુલર વરસાદ વરસતો નથી. 

Punjab weather alert: Temperature rises by 1.6°C, rain expected from May 17  - News Up 9 - News Up 9

હવામાન અભ્યાસુ જણાવે છે કે આ વર્ષે  ચોમાસાની વહેલી શરૂઆત થઇ હતી. અને કેરળમાંથી ચોમાસુ આગળ વધીને મુંબઇ સુધી આવી ચૂકયુ હતુ. પરંતુ મુંબઇથી ગુજરાતમાં જે આગળ વધવુ જોઇતુ હતુ. તે ચોમાસુ આગળ વધવાના બદલે બ્રેક પડી ગયો છે. આ બ્રેક અંગે અરબી સમુદ્વ પર રત્નાગીરી અને મહાબલેશ્વર વચ્ચે એક સિસ્ટમ બની હતી. તે સિસ્ટમના કારણે મુંબઇ, અને મહારાષ્ટ્રમાં વરસાદ વરસ્યો હતો. પરંતુ આ સિસ્ટમ ત્યાં જ વિખેરાઇ ગઇ હતી. આથી ચોમાસુ આગળ વધી શકયુ નથી. 

Weather Animated Clipart-stone to sanbd

હવે અરબી સમુદ્વ પર એક સિસ્ટમ બનશે અને ત્યારબાદ વરસાદ આવશે. આમ દર વર્ષે મે ના એન્ડ માં કે જુનની શરૂઆતમાં વરસાદના ઝાપટા પડતા હોય છે. પરંતુ વિધિવત વરસાદ તો ૧૪ અને ૧૫ જુન પછી જ પધરામણી થતી હોવાથી આ વર્ષે પણ સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતમાં રાબેતા સમય મુજબ જ ૧૪ અને ૧૫ મી જુન પછી જ ચોમાસુ દસ્તક દે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઇ છે. 

Karnataka Weather Live Updates: IMD predicts thunderstorms; heavy rainfall  to lash several districts over next 3 days - The Times of India

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *