અમદાવાદમાં રથયાત્રા પહેલા પોલીસ એકશનમાં

શહેરમાં ભગવાન જગન્નાથની ૧૪૮ મી રથયાત્રાનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. અમદાવાદ પોલીસે આગામી રથયાત્રાના તહેવારો પહેલા વિઝા મુદત પૂરી થયા બાદ રોકાયેલા વિદેશી નાગરિકો સામે સઘન કાર્યવાહી શરૂ કરી છે. સુરક્ષાની વધતી ચિંતાઓ વચ્ચે અત્યાર સુધીમાં 240 વિદેશી નાગરિકોને ઓળખી કાઢવામાં આવ્યા છે. જેમાં ૨૦ પાકિસ્તાની નાગરિકો અને ૧૦૦ બાંગ્લાદેશી નાગરિકોનો સમાવેશ થાય છે.

Over 18,000 Security Men To Guard Lord Jagannath Rath Yatra In Ahmedabad

પોલીસે વિઝા નિયમોનું ઉલ્લંઘન કરનારાઓને શોધી કાઢવા અને દેશનિકાલની પ્રક્રિયા શરૂ કરવા માટે સાત વિશેષ ટીમો બનાવી છે. ૨૭ જૂને યોજાનારી ભગવાન જગન્નાથની રથયાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. તેના કારણે વ્યાપક સુરક્ષા વ્યવસ્થાની જરૂર પડે છે.

Ahmedabad city traffic diversion during 146th Rath Yatra of lord Jagannath;  notification by Police Commissioner -

પોલીસ સૂત્રોએ જણાવ્યું કે શોર્ટલિસ્ટ કરાયેલા વ્યક્તિઓમાં આફ્રિકન દેશો અને યુનાઇટેડ કિંગડમના વિદેશી નાગરિકોનો સમાવેશ થાય છે. આ લોકો ભારતમાં માન્ય ટૂરિસ્ટ અથવા વિઝિટર વિઝા પર પ્રવેશ્યા હતા પરંતુ તેમની વિઝાની મર્યાદા પૂરી થઈ ગયા બાદ પણ રોકાયા હતા. આ કાર્યવાહી મંગળવારે શરૂ થઈ હતી. સ્થાનિક ગુપ્તચર એકમો અને સ્પેશિયલ બ્રાન્ચના અધિકારીઓ સાથે મળીને કામગીરી કરી રહ્યા છે.

ચંડોળા તળાવમાં અમદાવાદની અત્યાર સુધીની સૌથી મોટી ડિમોલેશન ડ્રાઈવ, CMએ યોજી  ઉચ્ચ સ્તરીય બેઠક

આ ઓપરેશન ગેરકાયદેસર વસાહતો માટે જાણીતા ચંડોળા તળાવ વિસ્તારમાં ડિમોલિશન બાદ શરૂ કરવામાં આવી હતી. પોલીસ સૂત્રો અનુસાર આ ડિમોલિશન ધાર્મિક શોભાયાત્રા પહેલા વ્યાપક સુરક્ષા પગલાંનો ભાગ છે. સૂત્રોના જણાવ્યા મુજબ, દરેક કેસની સંપૂર્ણ ચકાસણી કરવામાં આવી રહી છે. વિઝા મર્યાદા કરતા વધુ સમય રોકાવું ઇમિગ્રેશન નિયમોનું ઉલ્લંઘન છે. વર્તમાન સંજોગોમાં, તે સંભવિત સુરક્ષા જોખમ પણ ઊભું કરે છે. વિઝાના નિયમોનો ભંગ કરતા પકડાયેલા લોકોને કાયદાકીય કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે. આમાં અટકાયત, દેશનિકાલ અને ભવિષ્યમાં ભારતમાં પ્રવેશ પર બ્લેકલિસ્ટિંગનો સમાવેશ થઈ શકે છે. પોલીસે અન્ય રાજ્યોમાં સ્થળાંતર કરી ગયેલા વિઝા ભંગ કરનારાઓને શોધી કાઢવા માટે કેન્દ્રીય એજન્સીઓનો સંપર્ક કર્યો છે. અધિકારીઓએ પુષ્ટિ કરી કે તેમના ફોટા અને નામ, ભારતમાં આગમનની તારીખ અને તેમની પરત ફરવાની ટિકિટ પર દર્શાવેલ રોકાણનો સમયગાળો દેશભરના રાજ્ય પ્રશાસન સાથે શેર કરવામાં આવ્યા છે.

Ahmedabad Jagannath Rath Yatra Photos Update; Amit Shah | Gujarat |  अहमदाबाद में भगवान जगन्नाथ की 147वीं रथयात्रा संपन्न: सुबह 7.30 बजे नगर  भ्रमण पर निकले तीनों रथ रात 9 बजे ...

Ahmedabad Jagannath Rath Yatra Photos Update; Amit Shah | Gujarat |  अहमदाबाद में भगवान जगन्नाथ की 147वीं रथयात्रा संपन्न: सुबह 7.30 बजे नगर  भ्रमण पर निकले तीनों रथ रात 9 बजे ...

આ ઓપરેશન બે હેતુઓ પૂરા પાડે છે. પ્રથમ, રથયાત્રા સુચારુ રીતે સંપન્ન થાય તે સુનિશ્ચિત કરવું. બીજું, દેશવિરોધી તત્વો દ્વારા વિઝા મર્યાદા કરતાં વધુ સમય રોકાયેલા વિદેશી નાગરિકોના સંભવિત શોષણને અટકાવવું. પહલગામ હુમલા બાદ સ્લીપર સેલ અને કટ્ટરપંથી નેટવર્કના જોખમો પણ સામે આવ્યા છે. રથયાત્રા માટે શહેર સજ્જ થઈ રહ્યું હોવાથી પોલીસે નાગરિકોને સતર્ક રહેવા અને કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિની જાણ કરવા જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *