SRH vs KKR LIVE SCORE IPL 2021: આઈપીએલ 2021 ની ત્રીજી મેચમાં બે વખતની ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સે સનરાઇઝર્સ હૈદરાબાદને 11 રને હરાવીને જીતની શરૂઆત કરી હતી
IPL 2021
SRH vs KKR LIVE SCORE IPL 2021: આઈપીએલ 2021માં આજની મેચ કોલકાતા નાઈટ રાઇડર્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદની વચ્ચે હતી. બંને ટીમો વચ્ચેની આ મેચ ચેન્નઈના સ્ટેડિયમ ખાતે રમાવાની છે. આ સિઝનમાં બંને ટીમોની આ પ્રથમ સ્પર્ધા હતી.
આઈપીએલ 2021 ની ત્રીજી મેચમાં બે વખતની ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સે સનરાઇઝર્સ હૈદરાબાદને 11 રને હરાવીને જીતની શરૂઆત કરી હતી. કેકેઆરના 188 રનના લક્ષ્યાંકના જવાબમાં હૈદરાબાદે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 177 રન બનાવ્યા.
જોની બેરસ્ટો (55) અને મનીષ પાંડે (અણનમ 61) એ એસઆરએચ માટે જોરદાર ઇનિંગ્સ રમી હતી, પરંતુ તેઓ ટીમને જીતવા માટે પૂરતા ન હતા.
કેકેઆર માટે પ્રસિદ્ધ કૃષ્ણાએ 2 વિકેટ લીધી હતી. અગાઉ કેકેઆરએ નીતીશ રાણા (80) અને રાહુલ ત્રિપાઠી (53) ની ઇનિંગની મદદથી 6 વિકેટ ગુમાવીને 187 રન બનાવ્યા હતા.