બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં થયેલી ભાગદોડના કેસમાં એફઆઈઆર નોંધવામાં આવી છે. આરસીબી અને આયોજકો પર બેદરકારીનો આરોપ મૂકવામાં આવ્યો છે અને તેમની સામે કેસ નોંધવામાં આવ્યો છે. આ એફઆઈઆરમાં સદોષ હત્યા જેવા આરોપો પણ મૂકવામાં આવ્યા છે. અહેવાલો અનુસાર, બેંગલુરુ પોલીસે એફઆરઆઈ ફ્રેન્ચાઇઝી, ડીએનએ એન્ટરટેઈનમેન્ટ, કેએસસીએ અને અન્ય સામે એફઆઈઆર નોંધી છે.
ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર થયેલી ભાગદોડના કેસમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (આરસીબી) વિરુદ્ધ એફઆરઆઈ દાખલ કરવામાં આવી છે. ઘટનાના ૨૪ કલાક પછી પોલીસે આ કાર્યવાહી કરી છે. આરસીબી, ડીએનએ (ઇવેન્ટ મેનેજર), કર્ણાટક ક્રિકેટ એસોસિએશન વિરુદ્ધ એફઆરઆઈ દાખલ કરવામાં આવી છે. એફઆરઆઈ માં ભાગદોડની ઘટનામાં ગુનાહિત બેદરકારીનો ઉલ્લેખ છે. એફઆરઆઈ માં હત્યા સહિતની વિવિધ કલમ લગાવામાં આવી છે.
૩ જૂને આરસીબીએ પોતાનું પહેલું આઈપીએલ ટાઇટલ જીત્યું હતું, ત્યારબાદ ટીમની વિક્ટ્રી પરેડની ચર્ચા થઈ હતી. ૪ જૂને સવારથી જ રસ્તાઓ પર ભીડ એકઠી થવા લાગી હતી. ભીડ જોઈને પોલીસે વિક્ટ્રી પરેડ માટે પરવાનગી આપી ન હતી અને તેને રદ કરવામાં આવી હતી. પોલીસે એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં આયોજિત ઉજવણી મુલતવી રાખવાની પણ વિનંતી કરી હતી. તેમનું માનવું હતું કે ચાહકો હજુ પણ ખૂબ ઉત્સાહિત છે કારણ કે ટીમે એક દિવસ પહેલા જ ટ્રોફી જીતી હતી.
પોલીસ ઇચ્છતી હતી કે આરસીબી રવિવારે આ કાર્યક્રમનું આયોજન કરે, પરંતુ આરસીબી એ દલીલ કરી હતી કે તેમના વિદેશી ખેલાડીઓ તેમના દેશમાં પાછા ફરશે, તેથી તેઓ ૪ જૂને આ કાર્યક્રમ યોજવા માંગે છે. બેંગ્લોર અર્બન ડેપ્યુટી કમિશનર જી જગદીશે અગાઉ કહ્યું હતું કે કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશન (કેએસસીએ), રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પોલીસ કમિશનર બી દયાનંદને ભાગદોડની ઘટનાની તપાસમાં જોડાવા માટે નોટિસ જારી કરવામાં આવશે.
બુધવારે જ્યાં ભાગદોડ થઈ હતી તે ચિન્નાસ્વામી સ્ટેડિયમનું નિરીક્ષણ કર્યું. બુધવારે (૪ જૂન, ૨૦૨૫) બેંગલુરુમાં ચિન્નાસ્વામી સ્ટેડિયમ નજીક થયેલી ભાગદોડમાં ૧૧ લોકોનાં મોત થયાં અને ૫૦ થી વધુ ઘાયલ થયાં. રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ (એનએચઆરસી) એ આ ભાગદોડની નોંધ લીધી છે. તેણે જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસને નોટિસ મોકલીને એક અઠવાડિયામાં રિપોર્ટ માંગ્યો છે.