૫૧ વર્ષીય મહુઆ મોઇત્રા અને ૬૬ વર્ષના પિનાકી મિશ્રાના લગ્નની વાયરલ તસવીરમાં બંને એકબીજાના હાથ પકડીને જોઈ શકાય છે. આ દરમિયાન, મહુઆએ ગોલ્ડ અને આછા ગુલાબી રંગની સાડી પહેરી છે. જોકે લગ્ન અંગે બંને તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી
તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) ના સાંસદ મહુઆ મોઇત્રાએ જર્મનીમાં લગ્ન કર્યા કરી લીધા હોવાના અહેવાલ છે. તેમણે એક ખાનગી સમારંભમાં બીજુ જનતા દળ (બીજેડી) ના ભૂતપૂર્વ સાંસદ પિનાકી મિશ્રા સાથે લગ્ન કર્યા છે. મહુઆએ ૩ મેના રોજ પિનાકી સાથે લગ્ન કર્યા હતા. પિનાકી મિશ્રા બીજુ જનતા દળમાંથી ચાર વખત સાંસદ રહી ચૂક્યા છે. તેઓ પહેલી વાર ૧૯૯૬ માં સાંસદ તરીકે ચૂંટાયા હતા. ત્યારબાદ તેઓ ૨૦૦૯ થી ૨૦૧૯ સુધી સાંસદ રહ્યા હતા.
મહુઆ અને પિનાકીના લગ્નની વાયરલ તસવીરમાં બંને એકબીજાના હાથ પકડીને જોઈ શકાય છે. આ દરમિયાન, મહુઆએ ગોલ્ડ અને આછા ગુલાબી રંગની સાડી પહેરી છે. જોકે લગ્ન અંગે બંને તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. લગ્નના સમાચાર ઘણા લોકો માટે આશ્ચર્યજનક હતા, તૃણમૂલ કોંગ્રેસના સભ્યોએ પણ દાવો કર્યો હતો કે તેઓ આ વિશે અજાણ હતા.
૧૨ ઓક્ટોબર ૧૯૭૪ ના રોજ આસામમાં જન્મેલી મહુઆએ ઇન્વેસ્ટમેન્ટ બેંકર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેઓ ૨૦૧૦ માં મમતા બેનર્જીની ટીએમસીમાં જોડાયા હતા. મોઇત્રા ૨૦૧૯ માં પહેલી વાર સાંસદ તરીકે ચૂંટાયા હતા. આ પછી તેઓ ૨૦૧૪ માં પણ સાંસદ તરીકે ચૂંટાયા હતા. મહુઆ મોઇત્રા બંગાળના કૃષ્ણનગરથી બે વખત સાંસદ છે.