હિમોગ્લોબિન વધારવાની ટિપ્સ

Food | Baamboozle - Baamboozle | The Most Fun Classroom Games!

બીટ નો ઉપયોગ ભારતના દરેક રસોડામાં તેની મીઠાશ અને સ્વાસ્થ્ય ફાયદાને કારણે થાય છે. તે પોષક તત્વોથી ભરપૂર છે. તેમાં આયર્ન, ફોલેટ, મેંગેનીઝ અને એન્ટીઑકિસડન્ટ ભરપૂર માત્રામાં હોય છે, જે શરીરને પોષણ પૂરું પાડે છે. અહીં જાણો બીટરૂટ હલવા રેસીપી જે હિમોગ્લોબિનની ઉણપ દૂર કરવામાં મદદ કરશે.

Beetroot Halwa Recipe

બીટરૂટ હલવો એક અનોખી અને સ્વાદિષ્ટ ભારતીય મીઠાઈ છે, જે સ્વાસ્થ્ય અને સ્વાદનું ઉત્તમ મિશ્રણ છે. તેજસ્વી લાલ રંગ અને હળવી મીઠાશ સાથે, આ હલવો ફક્ત સ્વાદમાં વધારો કરશે નહીં પરંતુ શરીરને પોષણ પણ આપશે. બીટરૂટની કુદરતી મીઠાશ તેને બાળકોથી લઈને પુખ્ત વયના લોકો સુધી દરેકનું પ્રિય બનાવે છે. અહીં જાણો બીટરૂટ હલવો ખાવાના ફાયદા અને બનાવવાની રીત

Beetroot halwa recipe | Diwali recipes - Jeyashri's Kitchen

બીટ નો ઉપયોગ ભારતના દરેક રસોડામાં તેની મીઠાશ અને સ્વાસ્થ્ય ફાયદાને કારણે થાય છે. તે પોષક તત્વોથી ભરપૂર છે. તેમાં આયર્ન, ફોલેટ, મેંગેનીઝ અને એન્ટીઑકિસડન્ટ ભરપૂર માત્રામાં હોય છે, જે શરીરને પોષણ પૂરું પાડે છે. અહીં જાણો બીટરૂટ હલવા રેસીપી જે હિમોગ્લોબિનની ઉણપ દૂર કરવામાં મદદ કરશે.

Homemade Beetroot Halwa with Pistachio garnish on transparent background  27144975 PNG

મોટાભાગના પ્રસંગોએ સલાડ તરીકે ઉપયોગમાં લેવાતા બીટરૂટમાંથી તમે હલવો પણ બનાવી શકો છો, હલવો બનાવવા માટે દૂધ, ખાંડ, ઘી, કાજુ, બદામ, કિસમિસ અને ઈલાયચીનો ઉપયોગ કરવામાં આવે છે, જે તેનો સ્વાદ વધારે છે.

Homemade Beetroot Halwa with Pistachio garnish on transparent background  27144831 PNG

બીટરૂટ હલવો રેસીપી સામગ્રી 

૨ મોટા કદના છીણેલા બીટ ૨ ચમચી ઘી ૨ કપ દૂધ ૩ ચમચી માવો ૧/૨ ચમચી એલચી પાવડર ૨ ચમચી સમારેલા કાજુ ૨ ચમચી સમારેલી બદામ ૧ ચમચી સમારેલી પિસ્તા ૧/૨ ચમચી ખાંડ

હિમોગ્લોબિન વધારવાની ટિપ્સ, બીટનો હલવો રેસીપી। Beetroot halwa recipe how to  increase hemoglobin in body health tips in gujarati |હિમોગ્લોબિન વધારવાની  ટિપ્સ, બીટરૂટ હલવાની ...

બીટરૂટ હલવો બનાવાની રીત 

  • એક પેનમાં ઘી ગરમ કરો, ઘી થોડું ગરમ ​​થાય પછી તેમાં છીણેલું બીટ ઉમેરો અને મધ્યમ તાપ પર ૨૦-૨૫ મિનિટ સુધી સતત હલાવો.
  • ૨૫ મિનિટ પછી દૂધ ઉમેરો અને તેને સારી રીતે મિક્સ કરો. ૧૦ મિનિટ સુધી કુક કરો.
  • ઘરે બનાવેલો માવો ઉમેરો અને મધ્યમ તાપ પર ૧૫ મિનિટ સુધી કુક કરો.
  • ઈલાયચી પાવડર, સમારેલા પિસ્તા, સમારેલી બદામ અને સમારેલા કાજુ ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.
  • ખાંડ ઉમેરો અને સતત હલાવો અને ખાંડ સંપૂર્ણપણે ઓગળી જાય ત્યાં સુધી કુક કરો અને ગેસ બંધ કરો
  • બીટનો હલવો પીરસવા માટે તૈયાર છે.

Chukandar ka halwa | चुकंदर का हलवा | Beetroot Halwa Recipe | Chukandar ka  halwa | चुकंदर का हलवा | Beetroot Halwa Recipe Full Video Link -  https://youtu.be/9XFSkwQH_4Q | By Deepti Mishra | Facebook

બીટરૂટ હલવો ખાવાના ફાયદા 

  • ભારત સરકારના આયુષ મંત્રાલય અનુસાર, ‘બીટરૂટ હલવો’ એનિમિયામાં ફાયદાકારક માનવામાં આવે છે. બીટરૂટમાં હાજર આયર્ન અને ફોલિક એસિડ એનિમિયાને દૂર કરવામાં મદદ કરે છે.
  • આ હલવો ખાસ કરીને એનિમિયાથી પીડાતા લોકો માટે ફાયદાકારક છે. આ ઉપરાંત તે હૃદયના સ્વાસ્થ્ય માટે પણ સારું માનવામાં આવે છે.
  • તેમાં નાઈટ્રેટ્સ હોય છે, જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં અને હૃદયના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરે છે. આ ઉપરાંત, ‘બીટરૂટ હલવો’ પાચન સુધારવા માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે.
  • બીટરૂટમાં હાજર ફાઇબર પાચનતંત્રને સ્વસ્થ રાખે છે અને કબજિયાતની સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત બીટરૂટનું સેવન શરીરને તાત્કાલિક ઉર્જા પ્રદાન કરે છે. એટલું જ નહીં બીટરૂટમાં હાજર એન્ટીઑકિસડન્ટ સ્કિનને સ્વસ્થ અને ચમકદાર બનાવે છે, જ્યારે આયર્ન અને અન્ય પોષક તત્વો વાળ ખરવા ઘટાડવામાં મદદ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *