યુ.એસ ના રાજકારણમાં નવા યુગની શરૂઆત!

યુ.એસ માં ત્રીજા પક્ષ અંગે મસ્કની જાહેરાત-નામ આપ્યું- ધ અમેરિકા પાર્ટી

US Presidential Election; Donald Trump Advisor | Elon Musk | ट्रम्प जीते तो  मस्क को सलाहकार बनाएंगे: पूर्व राष्ट्रपति बोले- वे काफी होशियार हैं, मस्क  बोले- मैं सेवा ...

અમેરિકામાં અત્યારે મોટો પોલિટિકલ ડ્રામા ચાલી રહ્યા છે. છેલ્લા ૬ – ૮ મહિનાથી એકબીજાનું સમર્થન કરનારા ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈલોન મસ્ક હવે સામસામે આવી ગયા છે. બંને એકબીજાને ખતમ કરી નાંખવાની ધમકીઓ આપી રહ્યા છે. ઈલોન મસ્કે કહ્યું છે કે હું ના હોત તો ટ્રમ્પ ક્યારેય ચૂંટણી જીત્યા જ ન હોત. એવામાં મસ્કે નવા રાજકીય પક્ષની ચર્ચા શરૂ કરી છે અને તેના નામની પણ જાહેરાત કરી નાંખી છે. ઈલોન મસ્કે X પર કહ્યું છે કે તેઓ ‘ધ અમેરિકા પાર્ટી’ નામે નવો રાજકીય પક્ષ શરૂ કરશે. 

USના રાજકારણમાં નવા યુગની શરૂઆત! ત્રીજા પક્ષ અંગે મસ્કની જાહેરાત, નામ આપ્યું- ધ અમેરિકા પાર્ટી 2 - image

ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વિખવાદ બાદ ઈલોન મસ્કે ગઇકાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોલ કરી લોકોને પૂછ્યું હતું કે શું સમય આવી ગયો છે કે અમેરિકામાં હવે ત્રીજા પક્ષની શરૂઆત થાય? જે બાદ આજે મસ્કે પોલના પરિણામ રજૂ કરતાં કહ્યુ છે, કે ‘પ્રજાએ પોતાનો નિર્ણય આપી દીધો છે. ૮૦ % લોકો કહી રહ્યા છે કે અમેરિકામાં એક નવા રાજકીય પક્ષની જરૂર છે.’ બાદમાં ઈલોન મસ્કે અન્ય એક પોસ્ટમાં લખ્યું- ધ અમેરિકા પાર્ટી. 

Elon Musk Nazi Salute Controversy; Donald Trump Speech | US President |  ट्रम्प की शपथ में मस्क ने हिटलर जैसा सैल्यूट किया: सोशल मीडिया पर छिड़ा  विवाद; स्वागत समारोह में ...

અમેરિકામાં સોશિયલ મીડિયાની મદદથી ઈલોન મસ્કની પહોંચ લોકો સુધી સતત વધી રહી છે. મસ્ક દ્વારા ત્રીજા પક્ષની જાહેરાત હજુ તો માત્ર વિચાર જ છે, પરંતુ લોકો માની રહ્યા છે કે આ અમેરિકાના રાજકારણમાં એક નવા યુગની શરૂઆત છે. એવામાં જોવાનું એ રહે છે એ ‘ધ અમેરિકા પાર્ટી’ નામના પક્ષની સ્થાપના માટે મસ્ક બીજા શું પ્રયાસ કરે છે તથા આ જાહેરાત બાદ હવે ટ્રમ્પની પ્રતિક્રિયા શું રહેશે? 

Trump Gives Musk a Second Black Eye in Scorched Earth Attack

હજુ તો થોડા દિવસ ૩૦ મી મેએ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈલોન મસ્ક એકસાથે દેખાયા હતા. વ્હાઇટ હાઉસથી મસ્કની સત્તાવાર વિદાય પ્રસંગે બંનેએ એકબીજાના વખાણ કર્યા હતા. લોકોને કોઈ અંદાજો પણ નહોતો બંને એકબીજાથી આટલી નફરત કરતાં હશે. ઈલોન મસ્કે ટ્રમ્પના ‘ધ વન બિગ બ્યુટીફુલ’ બિલથી વિરોધ શરૂ કર્યો. બાદ ટેરિફની પણ ટીકા કરી. આટલું જ નહીં ઈલોન મસ્કે ડોનાલ્ડ ટ્રમ્પને અમેરિકાના પ્રમુખ પદેથી હટાવવાની માંગનું પણ સમર્થન કરી નાંખ્યું. સામે પક્ષે ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે, કે ‘બિચારા ઈલોન મસ્કનું મગજ ખરાબ થઈ ગયું છે, હું તેની સાથે કોઈ વાત નહીં કરું.’ 

Will Elon Musk Be The US President One Day? Donald Trump Has This Answer

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *