અમરેલીના સાંવરકુંડલામાં મહુવા રોડ પર રાતે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. એક બેફામ કારચાલકે એકથી વધુ વાહનોને અડફેટે લેતા ફંગોળી નાખ્યા હતા. કારની લપેટમાં લગભગ બેથી ત્રણ બાઈક-સ્કૂટર આવી ગયા હતા. ઘટનાને પગલે એક મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે અન્ય ચાર લોકોને પણ ગંભીર ઈજા પહોંચી હતી.
માહિતી અનુસાર આ સમગ્ર ઘટના રોડ કિનારે લાગેલા એક સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઈ હતી. જેમાં ઘટનાની ભયાવહતા દેખાઈ આવે છે. એક કાર પૂરપાટ ઝડપે દોડતી એક પછી એક અનેક વાહનોને અડફેટે લેતી દેખાય છે. ઘટનાની જાણ થતાં જ રાહદારીઓ એકઠાં થઈ ગયા હતા અને આ મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી.