વારાણસીમાં જેલથી છૂટેલા આરોપીએ જુલૂસ કાઢ્યું

ઉત્તરપ્રદેશના વારાણસી શહેરથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં ચેતગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના તેલિયાબાગ વિસ્તારમાં જેલથી મુક્ત થઈને બહાર આવેલા એક આરોપીએ જુલૂસ કાઢ્યું. આ દરમિયાન તેમના સમર્થકોએ ‘પાકિસ્તાન જિંદાબાદ’ના નારા લગાવ્યા. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો, જ્યારબાદ પોલીસે તાત્કાલિક એક્શન લીધા.

VIDEO: 'ભાઈ અપના છૂટ ગયા, જેલ કા તાલા તૂટ ગયા', વારાણસીમાં જેલથી છૂટેલા આરોપીએ જુલૂસ કાઢ્યું, ફરી ધરપકડ 1 - image

વીડિયોમાં દેખાઈ રહેલો આરોપી આબિદ શેખ જ્યારે જેલથી છૂટ્યો તો તેણે પોતાના સમર્થકોની સાથે મળીને જુલૂસ કાઢ્યું. તે પોતાની કારના સનરૂફની બહાર નિકળ્યો હતો અને તેના ગળામાં ફૂલોની માળા હતી. પાછળથી લોકો નારેબાજી કરી રહ્યા હતા. ‘ભાઈ અપના છૂટ ગયા, જેલ કા તાલા તૂટ ગયા…. પાકિસ્તાન જિંદાબાદ…’. આ ઘટનાની માહિતી જ્યારે પોલીસને મળી તો તાત્કાલિક કાર્યવાહી કરાઈ. આબિદ શેખ સહિત ત્રણ લોકોની ધરપકડ કરી લેવાઈ છે. અન્ય લોકોની ઓળખ કરાઈ રહી છે અને તેમને પણ પકડી પાડવા માટે પોલીસ દોડતી થઈ છે.

VIDEO: 'ભાઈ અપના છૂટ ગયા, જેલ કા તાલા તૂટ ગયા', વારાણસીમાં જેલથી છૂટેલા આરોપીએ જુલૂસ કાઢ્યું, ફરી ધરપકડ 2 - image

આબિદ શેખને થોડા દિવસ પહેલા લૂંટ, મારપીટ અને એસસી/એસટી એક્ટ જેવી ગંભીર કલમોમાં ધરપકડ કરીને જેલ મોકલાયો હતો. કોર્ટથી જામીન મળ્યા બાદ તે હાલમાં ચૌકાઘાટ જેલથી છૂટ્યો હતો.

VIDEO: 'ભાઈ અપના છૂટ ગયા, જેલ કા તાલા તૂટ ગયા', વારાણસીમાં જેલથી છૂટેલા આરોપીએ જુલૂસ કાઢ્યું, ફરી ધરપકડ 3 - image

આ મામલે કાશી ઝોનના ડીસીપી ગૌરવ બંસવાલે કડક કાર્યવાહી કરતા કહ્યું કે, આ જુલૂસ કોઈ મંજૂરી વગર કઢાયું હતું અને તેમાં રાષ્ટ્રવિરોધી નારા લગાવાયા, જે કાયદો વ્યવસ્થાની વિરૂદ્ધ છે. તેમણે જણાવ્યું કે, આબિદ અને તેના બે સાથીઓની ધરપકડ કરી લેવાઈ છે. તેના વિરૂદ્ધ ચેતગંજ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરાઈ છે. આ મામલે તેલિયાબાગ ચોકી પ્રભારી શિવમ શ્રીવાસ્તવને બેદરકારીના કારણે સસ્પેન્ડ કરી દેવાયા છે. બાકીના આરોપીઓની શોધખોળ ચાલી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *