શરીરમાં દેખાતા ૫ લક્ષણ નજર અંદાજ કરવા જોખમી

વિશ્વ બ્રેઈન ટ્યુમર મગજની ગાંઠની જીવલેણ બીમારી વિશે જાગૃતિ ફેલાવવા હેતુ ઉજવાય છે. મગજની ગાંઠના લક્ષણોને સમયસર ઓળખવા જરૂરી છે જેથી સમયસર સારવાર થઈ શકે.

World Brain Tumour Day 2022 | Medicover

વિશ્વ બ્રેઈન ટ્યુમર દિવસ દર વર્ષે ૮ જૂને ઉજવાય છે. બ્રેઈન ટ્યુમરના કેસ દુનિયાભરમાં ઝડપથી વધી રહ્યા છે. આ જીવલેણ રોગ પ્રત્યે લોકોને જાગૃત વધારવા માટે દર વર્ષે ૮ જૂન વર્લ્ડ બ્રેઈન ટ્યુમર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. હકીકતમાં, ટ્યુમર એ અસામાન્ય કોષોનું એક જૂથ છે, જે શરીરના કોઈપણ અંગ અથવા માંસપેશીઓમાં ઉદભવી શકે છે. આ કોષો ઝડપથી ફેલાય છે, જેના કારણે ગાંઠ થાય છે. સર ગંગારામ હોસ્પિટલના સિનિયર કન્સલ્ટન્ટ અને ન્યુરોલોજિસ્ટ ડો.અંશુ રોહતગીએ બ્રેઈન ટ્યુમરના લક્ષણો અને તેનાથી બચવાના ઉપાયો જણાવ્યા છે.

World Brain Tumour Day 2025: Date, Theme, History and Significance

ડો.અંશુ રોહતગીના જણાવ્યા અનુસાર, બ્રેઈન ટ્યુમરની બીમારીમાં મગજની અંદરના અસામાન્ય કોષો કેન્સર તરીકે અથવા કેન્સર વગર વિકસિત થાય છે. બે પ્રકારની ગાંઠો હોય છે, એક Benign ટ્યુટર અને બીજું Malignant ટ્યુમર હોય છે. મગજની ગાંઠો સૌથી ગંભીર અને જીવલેણ બીમારીઓ પૈકીની એક છે, તેમ છતાં જ્યાં સુધી ગંભીર લક્ષણો ન દેખાય ત્યાં સુધી તેને ઘણીવાર નજર અંદાજ કરવામાં આવે છે, જે ઓછી સારવાર તરફ દોરી જાય છે. તેમણે કહ્યું કે, બ્રેઈન ટ્યુમર જેવી જીવલેણ બીમારીથી બચવા માટે તેના લક્ષણોને સમયસર ઓળખી કાઢવા જરૂરી છે જેથી સમયસર ઈલાજ થઈ શકે.

World Brain Tumour Day 2024: Awareness and Advanced Care at MGM Healthcare  - World Brain Tumour Day 2024: Awareness and Advanced Care at MGM Healthcare

નવી દિલ્હીના વસંત કુંજ સ્થિત ઈન્ડિયન સ્પાઇનલ ઇન્જરી સેન્ટરના ન્યુરોસર્જરીના ડિરેક્ટર ડો.કે.કે.ચૌધરીના જણાવ્યા અનુસાર, બ્રેઈન ટ્યુમરને દૂર કરવામાં મુશ્કેલી પડે છે તેનું મુખ્ય કારણ એ છે કે તેને વધવામાં ઘણા વર્ષો લાગી શકે છે, જ્યારે કેન્સર સિવાયની ગાંઠો લાંબા સમય સુધી લક્ષણહીન રહી શકે છે. જો કે, જ્યારે લક્ષણો દેખાય છે, ત્યારે તે ખૂબ સ્પષ્ટ હોતા નથી અને સામાન્ય માથાનો દુખાવો, ચક્કર અથવા ઉબકા તરીકે અવગણવામાં આવે છે.

World Brain Tumor Day Design for Spread Awareness and Educate People About Brain  Tumors | Premium Vector

  • ઉબકા અને ઊલટી : અચાનક અને સતત ઊલટી થવી અથવા ઉબકા પણ ગાંઠના ચેતવણી રૂપ લક્ષણોપૈકીના એક હોઈ શકે છે.
  • ચક્કર આવવા અને આંચકી આવવી : મગજની ગાંઠના લક્ષણો આંચકી અથવા ચક્કર આવવા જેવા દેખાઈ શકે છે.
  • વ્યક્તિત્વમાં પરિવર્તન : મગજમાં ઝાંખુંપણું, યાદશક્તિની સમસ્યા, મૂડમાં ફેરફાર અને અન્ય વર્તણૂકો ગાંઠોની નિશાની હોઈ શકે છે.
  • દૃષ્ટિની સમસ્યાઓ : અસ્પષ્ટતા, ડબલ વિઝન અને પેરિફેરલ વિઝન ગુમાવવું એ ઓપ્ટિક માર્ગોને અસર કરતી ગાંઠોને કારણે થઈ શકે છે.

બ્રેઈન ટ્યુમરની બચવાના ઉપાય

World Brain Tumor Day 2025

બ્રેઈન ટ્યુમરથી બચવાનો કોઈ ચોક્કસ ઉપાય નથી, પરંતુ કેટલીક સાવધાનીઓને ધ્યાનમાં રાખીને તેનું જોખમ ઘટાડી શકાય છે. આ સિવાય જરૂર વગર એક્સ-રે, સીટી સ્કેન ન કરાવો, રેડિએશનથી બને ત્યાં સુધી દૂર રહો. કેમિકલયુક્ત પદાર્થોના સંપર્કમાં આવવાનું ટાળો. તંદુરસ્ત જીવનશૈલી અને તંદુરસ્ત આહાર લો. આ સાથે જ રોજની દિનચર્યામાં યોગ કે વ્યાયામનો પણ સમાવેશ કરો.

22,700+ Brain Tumor Stock Photos, Pictures & Royalty-Free Images - iStock | Brain  tumor scan, Brain tumor icon, Mouse brain tumor

બ્રેઈન ટ્યુમરનું જોખમ સૌથી વધુ કોને હોય છે?

  • પરિવારમાં કોઇ વ્યક્તિને બ્રેઈન ટ્યુમર થયો તેમને આ બીમારી થવાનું જોખમ વધારે હોય છે.
  • કિરણોત્સર્ગના સંપર્કમાં આવતા લોકોને મગજની ગાંઠ થવાનું જોખમ વધારે હોય છે.
  • ૪૦-૫૦ વર્ષની ઉંમરના લોકોને બ્રેઈન ટ્યૂમરનો ખતરો હોઈ શકે છે.
  • કેટલાક રસાયણો જેવા કે પેઇન્ટ્સ, ફ્યુઅલ અને કેટલાક પ્રવાહી પણ બ્રેઈન ટ્યુમરનું જોખમ વધારે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *