હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીના જણાવ્યા મુજબ, અત્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના છૂટાછવાયા ભાગોમાં જે વરસાદ પડી રહ્યા છે, તે પ્રિ-મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ છે.
રાજ્યમાં વરસાદ અને ચોમાસાને લઈ આગાહી સામે આવી છે. જે મુજબ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ૨૦ જૂને ચોમાસું બેસી શકે તેવી આગાહી કરી છે. તો હવામાન વિભાગે પણ કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે.

૨૦ જૂનથી ગુજરાતમાં ચોમાસું બેસી શકે છે
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીના જણાવ્યા મુજબ, અત્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના છૂટાછવાયા ભાગોમાં જે વરસાદ પડી રહ્યા છે, તે પ્રિ-મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ છે. આવતીકાલથી આ વરસાદની તીવ્રતામાં થોડો ઘટાડો થશે અને ૧૪ જૂન પછી પ્રી-મોન્સૂન એક્ટિવિટ વધારે તીવ્ર બનશે, તેમના મતે ૨૦ જૂનથી ગુજરાતમાં ચોમાસું બેસી શકે છે.

દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં હળવો વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે આજે જૂનાગઢ, રાજકોટ, ગીર સોમનાથમાં હળવા અથવા છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે. ભાવનગર, અમરેલી, ભરૂચમાં પણ હળવા વરસાદની આગાહી છે. દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા જિલ્લામાં પણ વરસાદની સંભાવના વ્યક્ત કરાઇ છે. સુરત, નવસારી અને તાપી જિલ્લામાં પણ હળવા વરસાદની હવામાન ખાતાની આગાહી છે. તો ડાંગ અને વલસાડ જિલ્લામાં પણ વરસાદની સંભાવના છે.