દેશમાં કોરોના વાયરસના કેસમાં સતત વૃદ્ધી થઈ રહી છે. અહીં કોવિડ-૧૯ ના એક્ટિવ કેસની સંખ્યા ૬૦૦૦ થી વધુ થઈ છે. કોરોનાના નવા કેસ તેના નવા વેરિયન્ટના છે. હાલમાં કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટના ચાર સબ વેરિયન્ટ ફેલાય રહ્યા છે.
દેશમાં કોરોના વાયરસના કેસમાં સતત વૃદ્ધી થઈ રહી છે. અહીં કોવિડ-૧૯ ના એક્ટિવ કેસની સંખ્યા ૬૦૦૦ થી વધુ થઈ છે. કોરોનાના નવા કેસ તેના નવા વેરિયન્ટના છે. હાલમાં કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટના ચાર સબ વેરિયન્ટ ફેલાય રહ્યા છે. જોકે તેને આક્રામક માનવામાં આવી રહ્યા નથી. પરંતુ તેના ફેલાવાની ક્ષમતા ઝડપી છે. ડોક્ટરો અનુસાર, દેશમાં આ વાયરસના સંક્રમણની વૃદ્ધીની ઝડપ વધારે છે. કેરળમાં હાલ કોરોનાના લગભગ ૨૦૦૦ મામલા છે. આવો જાણીએ દેશમાં કયાં રાજ્યમાં કેટલા કેસ છે.
આરોગ્ય વિભાગ અને પરિવાર કલ્યાણ મંત્રાલયના તાજેતરના આંકડા મુજબ, ૯ જૂને સવારે ૦૮:૦૦ વાગ્યે દેશમાં કોરોનાના કુલ સક્રિય કેસ ૬૪૯૧ હતા. જોકે, છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાને કારણે કોઈ મૃત્યુની પુષ્ટિ થઈ નથી. પરંતુ સક્રિય કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે, તેથી એવો ભય છે કે શું આ કોરોનાની નવી લહેર આવશે?
દેશમાં સૌથી વધુ કોરોના કેસ કેરળ રાજ્યમાંથી નોંધાયા છે. અહીં કોરોના દર્દીઓની સંખ્યા ૨૦૦૦ ની નજીક પહોંચી ગઈ છે. કુલ સક્રિય કેસોની વાત કરીએ તો રાજ્યમાં કોરોના દર્દીઓની કુલ સંખ્યા ૧૯૫૭ છે. ગઈકાલે અહીં ૭ નવા દર્દીઓની પુષ્ટિ થઈ છે.